સુરત: રાજ્યમાં દારુ બાદ ડ્રગ્સનું દુષણ પણ વધી રહ્યું છે. આ મામલે પોલીસ દ્વારા વારંવાર રેડ પણ પાડવામાં આવે છે અને આરોપીઓને કાયદાનું ભાન પણ કરાવવામાં આવે છે. જો કે, સુરતમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પોલીસ પુત્ર નશીલા પદાર્થની હેરાફેરી કરતા ઝડપાતા ખળભળાટ મચી ગયો છે.


સુરત પોલીસે ડ્રગ્સ,ગાંજાની હેરાફેરી કરતા પોલીસ પુત્રની ધરપકડ કરી છે. વેસુ પોલીસે બાતમીના આધારે શહેરના સિટીલાઈટ વિસ્તારમાંમાંથી પોલીસ કોન્સ્ટેબલના પુત્રને ડ્રગ્સ,ગાંજા સાથે પકડી ઉમરા પોલીસના હવાલે કર્યો છે.આરોપી નવસારીના યુવક પાસેથી સ્નેપ ચેટથી ગાંજાનો ઓર્ડર આપી મંગાવતો હતો અને વરાછા યુવક પાસેથી ડ્રગ્સ મંગાવી વેચતો.


સુરત શહેર પોલીસ એક તરફ નો ડ્રગ્સ ઇન સુરત સીટી બનાવવા મુહિમ ચલાવી રહી છે. ત્યારે સુરત પોલીસ કર્મચારીનો પુત્ર જ ડ્રગ્સ,ગાંજાની હેરાફેરી કરતા પકડાયો છે.પોલીસ પુત્ર દિવ્યેશ તડવા સિટીલાઈટ વિસ્તારમાં ડ્રગ્સ,ગાંજા આપવા જવાનો હતો.પોલીસે બાતમીના આધારે આરોપી પોલીસ પુત્રને સિટીલાઈટ ખાતેથી ડ્રગ્સ,ગાંજા સાથે પકડી પડ્યો છે


સુરત શહેરના અલથાન ખાતે આવેલ મંગલધામ સોસાયટીમાં રહેતા 28 વર્ષીય દિવ્યેશ કડવા સુરત શહેર પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા દેવચંદ તડવાનો પુત્ર છે. દિવ્યેશ છેલ્લા 7 મહિનાથી ડ્રગ્સ,ગાંજાની હેરાફેરી કરતો હતો.વેસુ પોલિસે બાતમીના આધારે આરોપી પોલીસ પુત્રને ડ્રગ્સ,ગાંજાના મુદ્દામાલ સાથે પકડી પડયો છે.આરોપી પાસેથી 29 હજારથી વધુની કિંમતનું ડ્રગ્સ સાથે જ 3 હજારથી વધુની કિંમતનો ગાંજો મળી આવ્યો હતો. હાલ વેસુ પોલીસે આરોપી પોલીસ પુત્રને ઉમરા પોલીસના હવાલે કર્યો છે.


પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપી દિવ્યેશ નવસારીના સુલેમાન પાસેથી સ્નેપ ચેત પરથી ઓર્ડર આપી ગાંજો મંગાવતો હતો.સાથે જ વરાછા ખાતે રહેતો તેનો મિત્ર વિજય વઘાસિયા પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો.આરોપી દિવ્યેશ ડ્રગ્સને પોતાની એક્ટિવા મોપેટમાં રાખી  વેચતો હતો.વેસુ પોલીસે બાતમીના આધારે આરોપી દિવ્યેશ તડવાને પકડી પડયો હતો.આરોપી મોપેટ ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી રૂપિયા 29 હજારથી વધુની કિંમતનો 198.980 ગ્રામ ચરસ સહિત રૂપિયા 3 હજારથી વધુની કિંમતનો 7.970 ગ્રામનો ગાંજો મળી આવ્યો હતો.


મહત્વની વાત છે કે સુરત શહેર પોલીસ શહેરને ડ્રગ્સ મુક્ત કરવા મુહિમ ચલાવી રહી છે. ત્યારે ડ્રગ્સ માફિયાઓને પકડી પાડી કરોડોનું ડ્રગ્સ પણ જપ્ત કરી કાર્યવાહી કરી છે. પરંતુ સુરત શહેર પોલીસમાં હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનો જ પુત્ર ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી કરતા પકડાતા ચકચાર મચી ગઈ છે.