Surat News: સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. નાના બાળકો નશો કરતા ઝડપાયા હતા. જલારામ સોસાયટીમાં ખુલ્લા મેદાનમાં બાળકો નશો કરતા હતા, જેની મનસુખ કાકા નામના વ્યકિતને જાણ થઈ હતી. જે બાદ બાળકોને પકડી સ્કૂલ બેગ ચકાસવામાં આવી હતી.


તેમાંથી સોલ્યુશન નામની લિક્વિડ ટ્યુબ મળી આવી હતી. બાળકો પાસે વાલીઓના નંબર માંગ્યા પણ આપ્યા નહોતા. આ ઘટના અંગે વાલીઓએ પણ વિરોધ નોંધાવ્યો હતો. પાંડેસરમાં વિદ્યાર્થીઓના સ્કૂલ બેગમાં ટાયર સોલ્યુશન ટ્યુબ મળી આવ્યું હતું. વિદ્યાર્થીઓ સ્કૂલ બગમાં પુસ્તકોની સાથે નશા કરવા રાખતા હતા. વિદ્યાર્થીઓ ટ્યુબમાં પ્લાસ્ટિકની થેલીમાં નાંખી નશા કરતા હોવાનું સામે આવ્યું હતું  આ ટ્યુબ સેવનથી દારૂ કરતા પણ વધુ નશો ચડે છે.




સ્થાનિકોએ મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યુ કે, થોડા દિવસથી અમે કેટલાક વિદ્યાર્થીઓને ટ્યુબ સાથે જોતા હતા. આ બાળકો પાસે જો કોઇ હથિયાર હોય અને અમને મારી દે જેના કારણે અમે તેમને કાંઇ કહેતા ન હતા. પરંતુ અમે સોસાયટીના લોકો સાથે હતા ત્યારે તેમને પકડી પાડ્યા હતો. આ છોકરાઓ ઉપરાંત છોકરીઓ પણ આવે છે જે અહીં બેસીને સિગરેટ પીવે છે.


શહેરની પાંડેસરા વિસ્તારની જલારામ સોસાયટીના સ્થાનિક રહેવાસીઓને શંકા ગઇ હતી કે, અમુક બાળકો સોલ્યુશન ટ્યૂબનો નશો કરતા હોઇ શકે છે. આ બાળકો જ્યારે જઇ રહ્યા હતા ત્યારે સ્થાનિકોએ તેમની સ્કૂલની બેગ ચેક કરી હતી. આ બાળકોની બેગમાંથી સોલ્યુશન ટ્યુબ, નળીઓ અને પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી હતી. સ્થાનિકોના દાવા પ્રમાણે, આ વિદ્યાર્થીઓ સિગરેટ અને હુક્કાની જેમ પંચર સોલ્યુશનને થેલી અને નળીમાં નાંખીને આનો નશો કરતા હતા.


આ ટ્યુબ સોલ્યુશનનો નશો દારૂના નશા કરતા પણ વધારે નુકસાન કરે છે અને તેનો નશો પણ ઘણો જ ચડતો હોય છે. આ સોલ્યુશન ટ્યુબ કોઇપણ દુકાનોમાંથી સરળતાથી મળી જતી હોય છે. જેના કારણે વિદ્યાર્થીઓ લઇ જાય તો તેમને પૂછવાવાળું કોઇ હોતુ નથી.


આ પણ વાંચો


ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, હાર્દિક પંડ્યા ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર


Pushya Nakshatra 2023: આજે છે પુષ્ય નક્ષત્રનો દુર્લભ સંયોગ, ખરીદી અને રોકાણ માટે શ્રેષ્ઠ દિવસ