સુરત: હજીરા ખાતે AMNS કંપનીના પ્લાન્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. વડાંપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહ્યા હતા. સ્ટીલ ઉત્પાદક કંપનીના પ્લાન્ટનું એકટેન્શન કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, AMNS દેશની અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપની છે. એક્સપાન થનાર પ્લાન્ટમાં દરેક ક્ષેત્ર માટેના રો સ્ટીલનું ઉત્પાદન કરવામાં આવશે.


પીએમ વિડીયો કોન્ફ્રન્સ માધ્યમથી જોડાયા 


આ અવસરે પીએમ મોદીએ નવા વર્ષની શુભકામના પાઠવી હતી. આ સ્ટીલ પ્લાન્ટના માધ્યમથી ભવિષ્યની સંભાવનાના અનેક રસ્તા ખુલ્યા છે. 60 હજાર કરોડનું રોકાણ યુવાનો માટે રોજગારી લાવશે. વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છે. સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ ખુબ મજબૂત થશે, જેના લીધે બીજી ઇન્ડસ્ટ્રીઝ પણ વિસ્તાર પામશે. સ્ટીલ સેક્ટરની ક્ષમતા વધતા ડિફેન્સ અને એન્જીનીયરિંગ ક્ષેત્રને પણ મજબૂતાઈ મળશે. તેના કારણે રોજગારી વધશે, અને વૈશ્વિક બજારમાં ભારતનો સ્ટીલ ઉદ્યોગ અલગ સ્થાન મેળવશે. મેક ઈન ઇન્ડિયા માટે આ પ્રોજેક્ટ નવી તાકાત આપશે અને પાયાનો પથ્થર બનશે. ગુજરાત સરકારને પણ અભિનંદન. તેમણે આગળ કહ્યું કે, ઇન્ડસ્ટ્રીમાં વિકાસની અપાર સંભાવના. પહેલા એરક્રાફ્ટમાં વપરાતા સાધનો માટે આપણે અન્ય દેશો પર આધાર રાખવો પડતો હતો. સ્ટિલ ઉધોગો માટે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી વાતાવરણ ઉભું કરવું જરૂરી છે.


આ પ્રસંગે સીએમ ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, તમામને નવા વર્ષની શુભેચ્છા. નવા વર્ષની શરૂઆતમાં જેનું ભૂમિપૂજન થઈ રહ્યું છે તે નરેન્દ્રભાઈની આત્મનિર્ભર ભારતની વાત સાકાર કરશે. આ નવા પ્લાન્ટથી  60 હજાર જેટલી રોજગારી ઉભી થશે. તેમજ સ્ટીલ ઉત્પાદનમાં પણ ગુજરાત મોખરે રહેશે. 8.66 લાખ પર ઉત્પાદન ક્ષમતા પર પહોંચી છે. 70 હજાર કરોડનું ટર્ન ઓવર જેટલો ફાળો આ ઇન્ડસ્ટ્રી આપે છે. ખાસ સ્ટીલ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનવા પર વડાપ્રધાને ભાર મુક્યો છે. આપણું રાજ્ય મોખરાનું રાજ્ય બને તેવી તેમની નેમ છે. ગુજરાતમાં સફળ પોલીસી બનાવીને તેનું નેતૃત્વ કર્યું છે. વડાપ્રધાન દ્વારા અનેક બિઝનેસ ફ્રેન્ડલી નીતિઓ શરૂ કરવામાં આવી છે. વાયબ્રન્ટ ગુજરાત જેવી સમિટને કારણે ગુજરાત ગ્રોથ એન્જીન બન્યું છે. દેશના GDPમાં 8% થી વધુનું યોગદાન ગુજરાત આપે છે. 


ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલની સ્પીચ


આ પ્રોજેક્ટ શરૂ થશે ત્યારે પીએમ મોદી સુરત આવશે એવી આશા છે. આગામી દિવસોમાં ઈલેક્શન છે, છતાં સીએમ સમય કાઢીને આવ્યા એ જાણીને સારુ લાગ્યું.
કંપનીને આ સ્તરે લઈ જવા માટે સૌથી વધારે અભિનંદન કર્મચારીઓને આપ્યા. કર્મચારીઓની સલામતી અમારા માટે સૌથી વધારે મહત્વની છે. ઉદ્યોગોમાં ગુજરાત સૌથી આગળ છે. પીએમ મોદીએ બિઝનેસ માટે સરળતા ઉભી કરી છે. અમે ગુજરાત સરકારનો પણ આભાર માનીએ છીએ. ગુજરાતમાં કોવીડ મેનેજમેન્ટ પણ સૌથી વધારે સારુ રહ્યું. ગુજરાત બિઝનેસમેન માટે સૌથી વધુ સારુ છે. દુનિયામાં ગ્લોબલ બિઝનેસમાં ગુજરાતની ખુબ પ્રશંસા થાય છે. અમે અહીં 60 હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરીશું, ભવિષ્યમાં પણ હજી રોકાણ કરી છું. લોકોને રોજગારી આપવાનો ઉદ્દેશ્ય ગુજરાતમાં ઘણી સારી તક રહેલી છે.


તો બીજી તરફ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વિડીયો મેસેજ થકી શુભેચ્છા પાઠવી હતી. વર્ષ 2013-14 માં ભારતમાં પ્રતિ વ્યક્તિ દીઠ સ્ટીલની જરૂરિયાત 56 કિલો હતી. 2022માં વધીને 77 કિલોની જરૂરિયાત છે. ભવિષ્યમાં 228 કિલોગ્રામથી વધુની જરૂરિયાત થશે. ભારતે ઉત્પાદન ક્ષમતા વધારીને 155 લાખ ટન કરી છે. AMNS દ્વારા પણ 9 લાખ ટનથી વધારી 15 લાખ ટન કરી રહી છે. ગુજરાત અને ઓરિસ્સામાં આ ઉદ્યોગ વધી રહ્યો છે. આ ઉત્પાદન ક્ષમતા વધવાથી ભારત વિશ્વ સ્તરે સ્ટીલ ક્ષેત્ર સ્પર્ધામાં વધુ આગળ આવશે.