સુરતઃ સુરતમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, સુરતના અડાજણ પાટિયામાં આશિયાના કોમ્પલેક્ષમાં રહેતો એક યુવક બર્થ ડે સેલિબ્રેશન માટે પત્ની સાથે સાપુતારા ફરવા ગયો હતો. પરંતુ પત્નીને સાપુતારાની હોટેલમાં મૂકી પતિ ફરાર થઇ ગયો હતો.


સાથે જ યુવક પત્ની મુશ્કેલીમાં મૂકાય તે માટે મોબાઇલ અને ડોક્યુમેન્ટ પણ લઈ ગયો હતો.જો કે બાદમાં પત્નીએ સંબંધીનો સંપર્ક કરી તેમની મદદથી બિલ ચૂકવી સુરત પહોંચી હતી.સુરત પહોંચ્યા બાદ પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.રાંદેર પોલીસે પતિ અને સસરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.


Surat: ખજોદમાં શ્વાનના આતંકનો ભોગ બનેલી 2 વર્ષની બાળકીનું સારવારમાં મોત, પરિવારમાં શોકનો માહોલ


Surat News: સુરતમાં શ્વાનનો આતંક છે. શહેરમાં ખજોદ વિસ્તારમાં 2 વર્ષની બાળકીને શ્વાને 40 જેટલા બચકાં ભર્યા હતા. જે બાદ બાળકીને સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. જ્યાં સારવારમાં તેનું મોત થયું હતું. વ્હાલસોયીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.


ખજોદ ખાતે ડાયમંડ બુર્સમાં  આવેલી લેબર કોલોનીમાં રહેતા રવિકુમાર કહારની બે વર્ષીયની પુત્રીને રવિવારે  સવારે ત્રણ-ચાર શ્વાને બચકાં ભરતા સારવાર માટે નવી સિવિલમાં કિડની બિલ્ડીંગમાં લાવ્યા હતા. જોકે બાળકીને 30 થી 40 જેટલા ભાગે બચકા ભર્યા હોવાનું ડોકટરે કહ્યુ હતુ. જેથી તે બાળકીને જે ભાગે બચકાથી ધા પડયા હતા. જેથી તે ઘાને અનુલક્ષીને ધાની નજીકમાં ૩૦ જેટલી વખત હડકવા વિરોધી રસી જરૂરીયાત પ્રમાણે આપવામાં આવી હતી. એવુ સિવિલના ડોકટરે કહ્યુ હતું.


સુરતમાં 2022માં 16 હજારથી વધુ લોકોને કૂતરાએ બચકાં ભર્યા


સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. જોકે ગત વર્ષ 2022માં શહેરમાં વિવિધ વિસ્તારોમાં કૂતરાએ બચકા ભર્યા બાદ 1653 વ્યક્તિઓ સારવાર માટે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા હતા. જયારે  જેટલા ભાગે બચકા ભરવાથી ઘા પડતા હોય એટલા ભાગે ઘાને અનુલક્ષીને નવી સિવિલમાં હડકવા વિરોધી રસી આપવામાં આવી રહી છે.


શહેરના આ વિસ્તારોમાં છે કૂતરાનો ત્રાસ


પ્રાપ્ત વિગત મુજબ થોડા દિવસ પહેલા વરાછામાં માસુમ બાળકીને બાદ વેડ રોડ ખાતે એક બાળકી પર રખડતા કૂતરાએ હુમલો કર્યો હતો. ત્યારબાદ ગઈકાલે રવિવારે ખજોદ ડાયમંડ બુર્સમાં બે વર્ષીય માસુમ બાળકી પર ત્રણ ચાર કૂતરઓએ હુમલો કરતા ૩૦ થી ૪૦ બચકા ભરતા ચકચાર મચી જવા પામી હતી. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી શહેરમાં રાંદેર, અડાજણ, વેડ રોડ, વરાછા, નાનપુરા, કતારગામ, વરાછા, પાંડેસરા, ભેસ્તાન, લિંબાયત, ઉધના સહિતના વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો ત્રાસ વધી ગયો છે. જેથી પગપાળા જતા વ્યક્તિ કે બાઈક પર જતા વ્યક્તિઓની પાછળ દોડી કુતરા બચકાં ભરે છે. જોકે વર્ષ 2022 સુરતના વિવિધ વિસ્તારોમાં 16653 કૂતરાએ બચકા ભર્યા હતા. જેમાં સારવાર અને હડકવા વિરોધી રસી મુકવા માટે નવી સિવિલમાં 9389 અને સ્મીમેર હોસ્પિટલમાં 7264 વ્યકિતઓ આવ્યા હતા.