સુરત: શહેરમાં એક જ પરિવારના 7 સભ્યોના આપઘાતની ઘટનાથી સમગ્ર રાજ્યમાં અરેરાટી મચી જવા પામી છે. જો કે, આ પગલું પરિવારે કેમ ભર્યું તેની માહિતી સામે આવી નથી. જો કે, આ દરનિયાન મૃતકની સ્યુસાઈડ નોટ સામે આવી છે. મરતા પહેલા સ્યૂસાઈડમાં કેટલીક વાતો કહી છે.


 



સામુહિક આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે. માતા, દીકરીનું ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. પરિવારના સભ્યોના મોત બાદ યુવકે ગળેફાંસો ખાધો હતો. તમને જણાવી દઈએ કે, એક જ પરિવારના 7 સભ્યોના મોત થયા હતા. પહેલા ઝેરી દવા પીવાથી મોત થયાની માહિતી હતી. જો કે, ઝેરી દવા પીધા બાદ પણ પત્ની અને મોટી દીકરી જીવિત રહી હતી. પતિએ પત્ની અને દીકરીનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતાર્યા હતી.


સ્યુસાઈડ નોટ


હું મારા દિવસો કેમ પસાર કરતો હતો મારું મન જાણે છે.મારા ગયા પછી મારા બાળકો અને મારા મમ્મી પપ્પા કેવું જીવન જીવશે અને તેનો મારા વગર રહી શકે તેમ નથી તે ચિંતા કોરી ખાય છે.આ પગલું ભરવા પાછળ કોઈ અંગત વ્યક્તિ કે કારણો જવાબદાર હોઈ શકે પણ તેઓના નામ લેવા માંગતો નથી,જીવતા હેરાન નથી કર્યા તો મર્યા પછી કોઈને હેરાન કરવા માંગતો નથી.પરોપકાર ભલમનસાઈ અને દયાળુ સ્વભાવ મને હેરાન કરી ગયો,રૂપિયા લીધા પછી કોઈ પાછા આપતું નથી.ઉપકાર નો બદલો કોઈ પાછું આપતું નથી.મારી જિંદગીમાં ઘણા ને મદદ કરી છે.મારા બાળકો અને મમ્મી પપ્પા ની ચિંતા સતત મને મારી નાખતા,રીટાબેન તારું ધ્યાન રાખજે ઘનશ્યામલાલ,મુન્ના ભાઈ,બાળા ભાઈ બધા રીટાબેનનું ધ્યાન રાખજો,જાણતા અજાણતા આ જીવનમાં કોઈ ભૂલચૂક થઇ હોયતો માફ કરજો 


અમારી મોત ના કારણ જવાબદાર વ્યક્તિઓના નામ લખવા નથી,એને કુદરત જરૂરથી પરચો આપશે.તે કદી સુખી નહિ થઇ શકે.કોઈના પણ નામ લખવામાં અમને અંકાશ થશે.અને કુદરત જાણે છે બધું,જીવતા પણ કોઈને હેરાન નથી કર્યા,અને મર્યા પછી પણ કોઈને હેરાન નહિ કરીશ ....


આમ આ સ્યૂસાઈડ નોટના આધારે એટલો અંદાજો આવી રહ્યો છે કે, મામલો પૈસાનો હોઈ શકે છે. કોઈએ પૈસા ઉછીના લીધા બાદ પરત ન આપ્યા હોય તેવું બની શકે. મૃતકે લખ્યું છે કે, કોઈ પૈસા લીધા બાદ પરત આપતું નથી. મારા સારા સ્વભાવનો લોકોએ ફાયદો ઉઠાવ્યો. આ વાતથી એ તો સ્પષ્ટ છે કે, કોઈએ મૃતક સાથે છેતરપિંડી કરી છે. જોકે, સાચી હકિકત તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે.