સુરત : નવી સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર તંત્ર બેદરકારીની ઘટના સામે આવી છે. અહીં  મહિલાના બન્ને પગમાં ફેક્ચર હોવાથી મહિલા સિવિલ હોસ્પિટલમાં ઇલાજ માટે પહોંચી હતી જો કે અહીં હોસ્પિટલનું સ્ટ્રેકચર કટાયેલું અને નબળુ હોવાથી ઘાયલ મહિલા  સ્ટ્રેચર પરથી નીચે પડતા હાલત કફોડી બની હતી. સિવિલ કેમ્પસમાં જતી વખતે જ  સ્ટ્રેચર તૂટી જતા વૃદ્ધ મહિલા રોડ પટકાઈ હતી
 
સ્ટ્રેચર કાટેયલું  હતું જેથી તેને ડ્રેસિંગ કરવામાં આવતા કાપડથી કવર કરવામાં આવ્યું હતું,તૂટેલું અને કાટખાયેલ સ્ટ્રેચરના કારણે મહિલા રોડ વચ્ચે પડી ગઈ, તેમના બંને પગમાં ફેકચર હતું જેથી મહિલા પડી રોડ પર પટકાતા સ્થિતિ દયનિય બની હતી. ઘટનાને લઇને પરિવારના સભ્યો સ્ટ્રેચર પર તેને લઈ હોસ્પિટલ જઈ રહ્યા હતા તે વખતે હોસ્પિટલ સ્ટાફ ના કોઈ વ્યક્તિ પણ તેમની સાથે ન હોતો જોવા મળ્યાં, ન્યુ સિવિલ હોસ્પિટલમાં બનેલી આ ઘટનાને લઇને  સવાલ ઉઠવા સ્વાભાવિક છે.


તો બીજી તરફ સુરતમાં જ માતા પિતા માટે લાલબતી સમાન કિસ્સો બન્યો છે. બાળકો ણ એકલા રમતા હોય તો વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના વેસુમાં 8 વર્ષનો બાળક બીજા માળેથી પટકાતા ગંભીર રીતે ઘાયલ થયો છે.


સુરતના વેસુમાં રઘુવીર સિલ્વર સ્ટોન નામની બિલ્ડિંગનાં બીજા માળેથી 8 વર્ષનો બાળક પટકાયો હતો. અવધ નામની નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા મજુરનો દીકરો હોવાનું સામે આવ્યું છે. નજીકમાં આવેલા જૈન દેરાસર ખાતે મજૂરોનાં દીકરાને અભ્યાસ કરાવવામાં આવે છે. અભ્યાસ બાદ બાળકો મસ્તી કરતાં હતાં. મસ્તી કરતા બાળકનો પગ સ્લીપ થયો ને બીજા માળેથી નીચે પટકાયો હતો. ત્યાર બાદ તાત્લાકિ 108માં બાળકને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે હાલમાં બાળખની હાલત ખૂબ જ ગંભીર છે.


ડોક્ટરની બેદરકારીને લીધે બાળકો હાથ કાપવો પડ્યો


સુરત નવી સિવિલ હોસ્પિટલના ડોકટર સામે ગંભીર આરોપ લાગ્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાં ડોકટરની બેદરકારીથી 4 વર્ષનાં બાળકનો હાથ કાપવો પડ્યો હોવાનો આરોપ છે. ડોકટરે બાળકને હાથમાં ઇન્જેક્શન મૂકીને ઇન્ફેક્શન કરી દેતા હાથ કાપવાનો વારો આવ્યો હોય તેવા આક્ષેપો પરિવારે કર્યા છે. મૂળ બિહાર ઔરંગાબાદ જિલ્લાના વતની ઉપેન્દ્ર શિંગ ભરણશિંગ રાજવંશી હાલ પાંડેસરા વિસ્તારમાં રહે છે. પત્ની વિજાન્તી દેવી, પુત્ર વિષ્ણુ, મહેશ અને ગણેશ (4 વર્ષ) સાથે રહે છે.









તે દરમિયાન ગણેશ ભાઈઓ સાથે રમી રહ્યો હતો. ત્યારે રમતાં રમતાં ગણેશ છઠ્ઠા માળના દાદરના ભાગથી પાંચમાં માળ તરફ નીચે પડ્યો હતો. જેથી તેને માથામાં કપાળના ભાગમાં ઈજાઓ પહોંચી હતી. ઉપેન્દ્ર શિંગ ઘરેથી આવ્યા બાદ તેને ઘટના અંગે જાણ કરી હતી. જેથી ઉપેન્દ્ર શિંગે ગણેશને સાતમાં માળે ડોકટરને બતાવીને દવા લઈને આવ્યો હતો. ત્યારબાદ વિજાન્તી દેવીને હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવી હતી.


ઘરે આવ્યા બાદ ગણેશની તબિયત લથડતાં ઉપેન્દ્ર શિંગે તાત્કાલિક ગણેશને લઈને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો.  જ્યાં ડોકટરે ગણેશને જમણા હાથમાં ઇન્જેક્શન મૂકવાની સાથે એક બોટલ ચડાવી હતી. ત્યારબાદ ગણેશને હાથમાં ઇન્ફેક્શન જેવું થવા લાગ્યું હતું અને હાથ કાળો થઈ ગયો હતો.  જેથી તેને નવી સિવિલ જૂની બિલ્ડિંગમાં G/2 વોર્ડમાં દાખલ કર્યો હતો. જે ઇન્ફેક્શનથી ગણેશનો હાથ સારો નહી થતાં 27 નવેમ્બરના રોજ ગણેશનો જમણો હાથ અડધો કાપવો પડ્યો હતો.