સુરત:  સુરત રેલવે સ્ટેશન પર  ચાલુ ટ્રેનમાં ચડવા જતાં એક યુવકે જીવ ગુમાવ્યો છે.  સુરતના ઉધના રેલવે સ્ટેશન પર 33 વર્ષીય ઈમરાન નામના યુવકની આ ગંભીર ભૂલ CCTVમાં કેદ થઈ હતી.  પ્લેટફોર્મ પર ઉભા ઈમરાને ચાલુ ટ્રેનમાં ચડવા માટે બે વખત નિષ્ફળ પ્રયાસ કર્યા હતા.  ત્રીજી વખત જેવો તે ચાલુ ટ્રેનમાં ચડવા ગયો તેનો પગ લપસી ગયો અને  ટ્રેનની નીચે આવી જતાં કપાઈ ગયો હતો.


સુરતના ઉમરવાડા વિસ્તારમાં રહેતા ઈમરાનના ઘરે પ્રસંગ હતો.  તેના ઘરે મહેમાનો આવ્યા હતા.  મહેમાનોને મૂકવા તે ઉધના રેલવે સ્ટેશને ગયો હતો.  પારડી લોકલ ટ્રેનમાં મહેમાનોની સીટની વ્યવસ્થા કરવા માટે તેણે ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પગ લપસી જતાં તે ટ્રેન નીચે કપાઈ ગયો હતો.ઈમરાનના મોતથી પરિવારમાં શોક છવાયો છે.  4 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. 


Rajkot: જેતપુરના જેતલસરના સૃષ્ટી રૈયાણી હત્યા કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી


રાજકોટ:  રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચાવનાર જેતપુર તાલુકાના જેતલસર ગામના સૃષ્ટી રૈયાણીની હત્યામાં કોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે.  એક તરફી પ્રેમમાં પાગલે સગીરાને છરીના 36 ઘા ઝીંકી કરપીણ હત્યા કરનાર આરોપી જયેશ સરવૈયાને જેતપુર કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. અદાલતે નરાધમને તકસીરવાન ઠેરવી અને ફાંસીની સજા આપી છે. 


જેતપુર તાલુકાના જેતલસર ગામે 16 માર્ચ 2021 ના ધોળે દિવસે એક તરફી પ્રેમમાં પાગલ જયેશ સરવૈયા નામના શખ્સે સૃષ્ટિ રૈયાણી નામની 16 વર્ષીય સગીરા પર છરી વડે તૂટી પડી 36 ઘા ઝીંકયા હતા. અને તેને બચાવવા વચ્ચે પડેલા નાનાભાઇ પાંચ ઘા ઝીંકયા હતા. 


 


શું હતો સમગ્ર કેસ જાણો


16 માર્ચ 2021 ના રોજ જેતલસર ગામે સૃષ્ટિ રૈયાણી નામની ધોરણ 11 માં અભ્યાસ કરનારી વિદ્યાર્થીને જયેશ ગીરધર સરવૈયા નામના વ્યક્તિ દ્વારા છરીના 34 જેટલા ઘા ઝીંકવામાં આવ્યા હતા. તો સાથે જ સૃષ્ટિના ભાઈ હર્ષ ને પણ છરીના પાંચ જેટલા ઘા ઝીંકવામાં આવતા તે ત્યાંથી પોતાનો જીવ બચાવીને ભાગી નીકળ્યો હતો. જેના કારણે તે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો.