સુરતઃ સુરત શહેરમાં મેટ્રોની કામગીરી દરમિયાન યુવકને કરંટ લાગતા તેનું ઘટનાસ્થળ પર જ મોત થયું છે. મેટ્રોની સાઇટ પર ખુલ્લા તાર વચ્ચે જ યુવકને કીચડ કાઢવા મોકલ્યો હતો. કરંટ લાગતા યુવકનું તરફડી-તરફડીને મોત થયું છે. આ બનાવ રવિવારે બન્યો હતો. સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન અકસ્માત ન થાય તેની તકેદારી રાખવામાં એજન્સી સદંતર નિષ્ફળ ગઈ છે. મૃતકના પરિવાર અને સંબંધીઓએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ઘટના સ્થળે સુરક્ષાત્મક પગલાનો અભાવ જોવા મળ્યો હતો. એક દિવસથી યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ રુમમાં પડ્યો છે.
યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું
કરંટ લાગતાં કામ કરતા યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતકના પરિવારજનોએ ન્યાયની માગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. એક દિવસથી શ્રમજીવીનો મૃતદેહ સુરત સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં છે. મેટ્રોના અધિકારીઓ દ્વારા પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ પણ દોડી આવી હતી.
સુરતના ડિંડોલીમાં વિસ્તારમાં રહેતો યુવક મેટ્રોની કામગીરીમાં હાઉસ કિપિંગનું કામ કરતો હતો. ગઈકાલે બપોરે ઈશ્વર અને તેના પરિવારના સભ્યો મેટ્રોની કામગીરી દરમિયાન કીચડ બહાર કાઢવાનું કામ કરતો હતો. કીચડમાં કોઈ કારણસર વીજ કરંટ પસાર થયાં ઈશ્વરનું કરંટ લાગતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઈને અઠવા લાઈન્સ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. રવિવારે બપોરે ઈશ્વર અને પરિવારના સભ્યો ચોકબજારમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરી દરમિયાન કીચડ બહાર કાઢવાનું કામ કરતા હતા. ત્યારે કીચડમાં કોઈક રીતે વીજપ્રવાહ પસાર થયો હતો.
પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈનકાર
મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરતાં એક દિવસથી મૃતદેહ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં પડ્યો છે.મૃતકના ભાઇ સંતોષે મીડિયાને જણાવ્યું હતું કે, મેટ્રોમાં અધિકારીઓએ મૃતકનો વીમો કરાવવાની વાત કરીને તેની જવાબદારી લીધી હતી. કંપની પાસેથી રૂપિયા અપાવવાની જવાબદારી પણ લીધી હતી. જેની લેખિતમાં બાહેંધરી નહિ મળે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારશું નહિ.
મેટ્રોની કામગીરી દરમિયાન બેદરકારીને કારણે ઈશ્વરનું કરંટ લાગવાથી મોત નીપજ્યું હોવાથી તેના પરિવારના સભ્યો અને સંબંધીઓએ મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો હતો. છેલ્લા 24 કલાકથી મૃતદેહ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં છે.
https://t.me/abpasmitaofficial