Heart Attack: સુરતમાં હાર્ટ એટેકના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયો હોવાની શક્યતા સેવવામાં આવી રહી છે. ડુમસ રોડ વિસ્તારમાં આવેલા રિસોર્ટમાં કામ કરતો યુવક અચાનક કપડાં ધોતા ધોતા ઢળી પડ્યા બાદ મોતને ભેટ્યો હતો. 


 






મૃતક વિકાસ સતીશ મૈથની ડુમસ રોડ ખાતે આવેલા રેમ્બો રિસોર્ટ ખાતે રહેતો હતો. રિસોર્ટમાં સાફ-સફાઈ સહિતની કામગીરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. દસ દિવસ પહેલા જ વિકાસ રોજગારી માટે સુરત આવ્યો હતો. વિકાસ રિસોર્ટમાં પોતાના કપડાં ધોઈ રહ્યો હતો. આ દરમિયાન 8:30 વાગ્યા આસપાસ વિકાસ કપડા ધોતા ધોતા ઢળી પડ્યો હતો. જેથી સાથી કામદારો દોડી આવ્યા હતા અને વિકાસને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. વિકાસ દસ દિવસથી સુરત આવ્યો હોવાથી તેના પરિવાર અંગે પણ કોઈ માહિતી નથી. જોકે પોલીસ એના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. 


બીજી તરફ ઇચ્છાપોર વિસ્તારમાં 40 વર્ષ રામ બુજારક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. ઘરેથી નોકરી પર યુવક જવા નીકળ્યો હતો. તે દરમ્યાન ચાલતા ચાલતા ઢળી પડ્યો હતો. સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યાં મૃત જાહેર કર્યો હતો. પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.


રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકના કિસ્સાનો સિલસિલો યથાવત છે. સુરતમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં આ ઘટના બની છે. જેમાં 40 વર્ષીય યુવકને હાર્ટ એટેકને કારણે જીવ ગુમાવ્યો છે. રામ બુજારક યાદવ નામના યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. રામ યાદવ ઘરેથી નોકરી જવા નીકળ્યો હતો. તે દરમ્યાન ચાલતા ચાલતા ઢળી પડ્યો હતો. સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ રામ યાદવ ને મૃત જાહેર કર્યો હતો. પોલીસ દ્વારા અકસ્માત મોત નો ગુનો નોંધો તપાસ શરૂ કરી છે.


નોંધનીય છે કે, યુવાનોના હૃદય સતત નબળા પડી રહ્યા છે. એક ચોંકાવનારો અહેવાલ જણાવે છે કે આજે લોકો જે પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છે તેની અસર હૃદય પર પડી રહી છે અને હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓ ઝડપથી વધી રહી છે. અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક રિસર્ચમાં પ્રકાશિત અહેવાલ દર્શાવે છે કે 2015 સુધી ભારતમાં લગભગ 6.5 કરોડ લોકો હૃદયની બીમારીથી પીડિત હતા. આશ્ચર્યની વાત એ છે કે આમાંથી લગભગ 2.5 કરોડ લોકો 40 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના છે. WHOનો તાજેતરનો રિપોર્ટ પણ ભારતીયોને ડરાવશે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં હ્રદય રોગના કારણે મૃત્યુની સંખ્યામાં 75%નો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, માત્ર વર્ષ 2019માં જ સમગ્ર વિશ્વમાં લગભગ 1.80 કરોડ લોકો હૃદયની બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા છે. આમાંથી 85 ટકા મૃત્યુનું કારણ માત્ર હાર્ટ એટેક છે.