સુરતઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સુરત પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરત એરપોર્ટ પર મીડિયા સાથેની વાતચીતમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ગુજરાતમાં 27 વર્ષના ભાજપ શાસનથી પ્રજા પરેશાન થઈ ગઈ છે. અમે ગુજરાતમાં આવ્યા છીએ. અને આવતીકાલે ટાઉનહોલ અને પ્રેસ કોંફરન્સમાં અમે ગુજરાતને શુ આપવાના છીએ તેની લોકોને જાણકારી આપીશું. ગુજરાતમાં જો આપ ની સરકાર બનશે તો શું એજન્ડા હશે તેની જાણકારી આપીશું. ગુજરાતની જનતાએ મને ખુબ પ્રેમ આપ્યો છે.






મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલ આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ યોજી ગુજરાત માટે ચૂંટણીલક્ષી જાહેરાત કરી શકે છે.


Gujarat corona: રાજ્યમાં કોરોના વાયરસના કેસનો આંકડો 900 નજીક પહોંચ્યો, જાણો ક્યાં વધ્યા કેસ...


Gujarat corona Upadate: ગુજરાત(Gujarat)માં કોરોના વાયરસ(Coronavirus)ના નવા કેસોમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યા બાદ આજે ફરીથી કેસ વધ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 894 નવા કોરોના કેસ નોંધાયા છે. આજે 691 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં આજે સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત નથી થયું. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. આજે નોંધાયેલા કેસમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે.


આજે ક્યાં કેટલા કેસ નોંધાયા ? 
રાજ્યમાં આજે નોંધાયેલા નવા 894 કોરોના કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં નવા 295 કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 54, મહેસાણા 45, વડોદરા કોર્પોરેશન 65, રાજકોટ કોર્પોરેશનમાં 31, સુરત 24, ગાંધીનગર કોર્પોરેશનમાં 27, ભાવનગર કોર્પોરેશન 22, ભરુચ 18, વડોદરા 16, જામનગર કોર્પોરેશન 7, ગાંધીનગર 31, કચ્છ 30, પાટણ 38, રાજકોટ 18 કેસ નોંધાયા છે. 


રાજ્યમાં અત્યાર સુધીમાં 12,28,955 દર્દીઓ સાજા થયાઃ
રાજ્યમાં આજે કોરોનાથી મુક્ત થઇને 691 દર્દીઓ સ્વસ્થ થયા છે.  રાજ્યમાં અત્યાર સુધીમાં 12,28,955 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 5099 થયા છે, જેમાં 8 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 10,954 મોત થયા છે. આ સાથે રાજ્યમાં આજે કુલ 1,93,074 લોકોને કોરોનાની રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રિકોશન ડોઝ ફ્રી આપવાની શરૂઆત થઈ છે. ફરી રસીકરણ સેન્ટર પર લોકો પ્રિકોશન ડોઝ લેવા માટે લાઈન લગાવી રહ્યાં છે.