સુરતઃ સુરતમાં આજે નવા મેયરની જાહેરાત કરવામાં આવી છે. સુરતના નવા મેયર મેયર હેમાલી બોઘાવાલાની વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પટેલની, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપૂતની વરણી કરવામાં આવી છે. દંડક તરીકે વિનોદ પટેલની વરણી કરવામાં આવી છે. 


જે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં મેયર-ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી થવાની છે. રાજકોટ ઉપરાંત સુરત અને જામનગરના પણ મેયર સહિતના પદાધિકારીઓની નિયુક્તિ થવાની છે. રાજકોટ મહાનગર પાલિકાના મેયર સહિતના પદાધિકારીઓની વરણી પહેલા મનપામાં તામજામ કરવામાં આવ્યો છે. 


મેયર સહિતની ચેમ્બરોને ફુલથી શણગારવામાં આવી છે. મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતની ચેમ્બરોમાં જબરજસ્ત શણગાર કરવામાં આવ્યો છે. રાજકોટ 21માં નવા મેયર પ્રદીપ ડવ બને તેવી શક્યતાઓ છે. સ્ટેન્ડીંગ ચેરમેન પાટીદાર અનુભવી ચહેરો પુષ્કર પટેલ બની શકે છે. ડેપ્યુટી મેયર ડો.દર્શનાબેન પડ્યા બની શકે છે.. તો શાસક પક્ષના નેતા પરેશ પીપળીયા બની શકે છે.


આજે 10 વાગ્યે જામનગર મનપાના આગામી અઢી વર્ષ માટેના સુકાનીઓની જાહેરાત થશે. ભાજપ અગ્રણી અને ગુજરાત ફાયનાન્સ બોર્ડના ધનસુખ ભંડેરી 10:૩૦ કલાકે શહેર ભાજપ કાર્યાલય ખાતે નવા હોદેદારોની જાહેરાત કરશે. મેયરપદ માટે બીનાબેન કોઠારી અને કુસુમ પંડ્યાનું નામ તો ત્રીજા નંબરે અલ્કાબા જાડેજાનું નામ  છે. ડેપ્યુટી મેયર પદ માટે કિશનભાઈ માડમ અને તપન પરમારના નામ ચાલી રહ્યા છે.


સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે મનીષ કટારીયા કે દિવ્યેશ અકબરી હોય શકે છે. શાશક જૂથના નેતા પદે સુભાષ જોશીનું નામ છે. આ નામો માત્ર ચર્ચાઓમાં ચાલતા સંભવિત નામો છે. ભાજપ પોતાની સ્ટાઈલ પ્રમાણે નવા નામોની પણ જાહેરાત કરી શકે છે.