અમદાવાદ: સુરતમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સુરત આવશે. 25 ફેબ્રુઆરીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત આવશે. સુરતમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો પર જીત મેળવી છે. સુરતમાં આપને વધુ બેઠકો પર જીત મળતા કેજરીવાલ રોડ શો કરશે.
સુરતમાં આમ આદમી પાર્ટની શાનદાર જીત બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફોન કરીને ગુજરાત આમ આદમી પાર્ટના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને શુભકામનાઓ આપી છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ શાનદાર એન્ટ્રી કરી છે.
સુરતમાં વોર્ડ નંબર 5(ફુલપાડા-અશ્વની કુમારમાં આપની પેનલની જીત થઈ છે. તેમજ વોર્ડ નંબર 17 (પુણા પૂર્વ)માં આપની પેનલની જીત થઈ છે. આ સિવાય વોર્ડ નંબર-2માં આમ આદમી પાર્ટીની આખી પેનલનો વિજય થયો છે. આ પહેલા વોર્ડ નંબર 16માં જીત મેળવીને આમ આદમી પાર્ટીએ પોતાની પહેલી જીત મેળવી હતી.
વોર્ડ નંબર 8માં ભાજપના 3 ઉમેદવારો અને આણ આદમી પાર્ટીના 1 ઉમેદવારની જીત થઈ છે. આ ઉપરાંત વોર્ડ નંબર 7માં ભાજપની પેનલ તોડીને બે આપના ઉમેદવારોએ વિજય મેળવ્યો છે. વોર્ડ નંબર 16 અને વોર્ડ મંબર 4 એમ બે વોર્ડમાં શાનદાર જીત અને વોર્ડ નંબર 8માં ભાજપની પેનલ તોડીને એક બેઠક મેળવીને ભાજપને આંચકો આપ્યો છે. વોર્ડ નંબર 16 અને વોર્ડ નંબર 4ની ચાર-ચાર બેઠકો પર ભવ્ય જીત મેળવીને આમ આદમી પાર્ટીએ શાનદાર દેખાવ કર્યો છે.
સુરત મનપા ચૂંટણીના અત્યાર સુધીના પરિણામ જોઇએ તો ભાજપની 93 બેઠક પર જીત થઈ છે. જ્યારે આપની 27 બેઠક પર જીત થઈ છે. સુરતમાં કૉંગ્રેસનું ખાતુ નથી ખુલ્યું.
AAPની ભવ્ય જીત બાદ CM કેજરીવાલ આ તારીખે આવશે સુરત, કરશે ભવ્ય રોડ શો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Feb 2021 05:56 PM (IST)
સુરત મનપા ચૂંટણીના અત્યાર સુધીના પરિણામ જોઇએ તો ભાજપની 93 બેઠક પર જીત થઈ છે. જ્યારે આપની 27 બેઠક પર જીત થઈ છે. સુરતમાં કૉંગ્રેસનું ખાતુ નથી ખુલ્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -