સુરતમાં એક 18 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. જોકે આત્મહત્યા પાછળનું કારણ જાણીને તમને વિશ્વાસ નહી થાય. મળતી જાણકારી અનુસાર, સુરતના ઉન વિસ્તારમાં યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બહેન સાથે ઉંઘવાની વાતને લઈને થયેલા ઝઘડા બાદ યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. અંબાનગરની જાહેદા શેખ નામની યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. સચિન GIDC પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

Continues below advertisement


ઉન વિસ્તારમાં બે સગી બહેનો વચ્ચે ઉંઘવા બાબતે ઝઘડો થયો હતો. ઝઘડા બાદ મોડી રાત્રે જાહેદા શેખે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જાહેદા શેખ પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સિલાઇ મશીન ચલાવતી હતી. ઘટનાની જાણ થતા જ સચિન જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.


સુરતમાં સામુહિક આપઘાત કેસમાં પરિવારના તમામ સભ્યોના મોત


શહેરમાં સરથાણા સામુહિક આપઘાત મામલે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. આપઘાતનો પ્રયાસ કરનાર પરિવારમાં વધુ એક મોત નિપજ્યું છે. ઘરના મોભી વિનુ મોરડીયાનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આમ આપઘાતનો પ્રયાસ કરનાર પરિવારના ચારેય સભ્યોનું સમયાંતરે મોત થતા ચકચાર મચી જવા પામી છે. તમને જણાવી દઈએ કે, સવારે માતા, પુત્ર અને પુત્રીનું મોત નીપજ્યું હતું. જયારે બપોર બાદ પિતા વિનુ મોરડીયાનું પણ મોત નિરજ્યું. ચાર લોકોના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. આર્થિક તંગીથી કંટાળી આ પરિવારે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા વિડીયો પણ બનાવ્યો હતો. સરથાણા વિજય નગર સોસાયટીમાં રહેતા અને મુળ ભાવનગરના શિહોરના વતની 55 વર્ષીય વિનુભાઈ ખોડાભાઈ મોરડીયા હીરાના કારખાનામાં કામ કરે છે. બુધવારે મોડી સાંજે વિનુભાઈ તેમની 50 વર્ષીય પત્ની શારદાબેન, તેમના 20 વર્ષીય પુત્ર ક્રિશ અને 15 વર્ષીય પુત્રી સેનિતાએ એક સાથે ઝેરી દવા પી લીધી હતી. વિનુભાઇએ તેના પિતરાઇને ફોન કરીને કહ્યું હતું કે ઘરે હાજર એક દીકરા અને એક દીકરીને સાચવી લેજે. ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સની મદદથી ચારેયને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.