Surat News:સુરત જિલ્લામાં વધુ એકવાર ગેસ રિફિલિંગનું કૌભાડ ઝડપાયું છે. કામરેજ પોલીસે પરબ ગામે ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગમાં રેડ પાડીને 22 જેટલા સિલિન્ડરને જપ્ત કર્યાં છે, 2  દુકાનમાં  ગેસ રિફલિંગનું કૌભાડ ચાલી રહ્યું હતું.
રાંધણ ગેસના 14 કિલોના સિલિન્ડરમાંથી 5 કિલોની બોટલમાં રિફલિંગ કરવામાં આવતું હતું. પોલીસને બાતમી મળતાં તપાસ હાથ ધરી હતી. પોલીસે અલગ અલગ સાઈઝની 22 જેટલી ગેસની બોટલો,વજન કાંટા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સમગ્ર કૌભાંડમાં એક ઇસમની ધરપકડ કરી અન્ય એક દુકાનદાર તેમજ ગેસના બાટલા પૂરા પાડનાર ઇસમને વોન્ટેડ જાહેર કર્યા છે. સુરત કામરેજ પોલીસની કાર્યવાહીને લઈને ગેસ રીફલિંગ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


Crime: ધ્રાંગધ્રા પોલીસના નકલી કૉલ સેન્ટર પર દરોડા, 6.67 લાખના મુદ્દામાલ સાથે બે મહિલા-બે પુરુષો ઝડપાયા


રાજ્યમાં ગુનાખોરીની પ્રવૃત્તિ દિવસે દિવસે વધી રહી છે, સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે એક મોટી રેડ કરીને ફરી એકવાર ગેયકાયદેસર ચાલતુ કૉલ સેન્ટર ઝડપી પાડ્યુ છે. પોલીસે બાતમીને આધારે દરોડા પાડતાં જ સ્થળ પરથી બે મહિલાઓ અને બે પુરુષોને ઝડપી પાડ્યા, આ દરમિયાન તેમની સાથે લાખોના મુદ્દામાલને પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર કૉલ સેન્ટર સુરેન્દ્રનગરનાા હીરાપુરમાં એક ફાર્મ હાઉસમાં ચાલી રહ્યું હતુ. હાલમાં ગુનો નોંધી ધ્રાંગધ્રા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. 


સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ચાલતુ એક મોટુ કૉલ સેન્ટર પકડાયુ છે. પોલીસે બાતમીના આધારે દરોડાની કાર્યવાહી કરી હતી, જેમાં બે મહિલા અને બે પુરુષો સહિત લાખોના મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો હતો. ઘટનાની વિગતો એવી છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના હીરાપુર ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં આ ગેરકાયદેસર કૉલ સેન્ટર ચાલી રહ્યું હતુ, પોલીસને બાતમી મળતાં જ ધ્રાંગધ્રા પોલીસે આ ગેરકાયદેસર કૉલ સેન્ટર પર દરોડા પાડ્યા હતા, આ દરમિયાન સ્થળ પરથી બે મહિલા અને બે પુરુષોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. સ્થળ પરથી પોલીસે ૩ લેપટૉપ, ૧ કૉમ્પ્યુટર, ૩ આઇફોન, ૧ એન્ડ્રોઇડ મોબાઇલ અને એક કાર સહિત કુલ ૬.૬૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સમગ્ર મામલામાં ધ્રાંગધ્રા પોલીસે કુલ પાંચ આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો, જેમાં બે મહિલા અને બે પુરુષ સાથે અન્ય એક ફરાર આરોપી સામેલ છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.