કોરોનાને ફેલાતો રોકવા માટે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સુરતમાં હુમલાની રોજ ઘટનાઓ સામે આવી રહી છે. સુરતમાં NRC અને NPRનો સર્વે કરવા આવતાં હોવાની અફલા ફેલાતાં ટોળું ભેગું થઈ ગયું હતું. ત્યાર બાદ આરોગ્યની ટીમ અને આશા વર્કર પર લોકોએ હુમલો કર્યો હતો. ત્યાર બાદ પુણા પોલીસે મહિલા સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે અને કાર્યવાહી હાથધરી છે.


સુરતમાં અલગ-અલગ વિસ્તારોમાં હાલ ટેસ્ટિંગ કરવામા આવી રહ્યું છે જ્યારે બીજી બાજુ કોરોનાને ફેલાતો રોકવા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પુણામાં આરોગ્યી ટીમ NRC અને NPRની તપાસ કરવા આવી હોવાનો વહેમ રાખીને આરોગ્યની ટીમ અને આશા વર્કર પર લોકોએ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના બાદ પુણા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મહિલા સહિત 6 લોકોની ધરપકડ કરી હતી.

આ વિસ્તારાં આરોગ્યની ટીમ પોંચી ત્યારે આરોપીઓએ આરોગ્યની ટીમ પર થુંકીને કોરોના પોઝિટિવ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ તમામ આરોપીઓને કોરોના છે કે નહીં તેની તપાસ કરવામાં આવી છે. તમામ આરોપીઓનો કોરોનો રિપોર્ટ કરાવવામાં આવ્યો છે. હાલ તમામ આરોપીઓ પુણા પોલીસના કબ્જા હેઠળ છે.