કોરોનાને ફેલાતો રોકવા માટે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સુરતમાં હુમલાની રોજ ઘટનાઓ સામે આવી રહી છે. સુરતમાં એનઆરસી અને એનસીઆરની તપાસ કરવા આવ્યા હોવાનું વહેમ રાખીને આરોગ્યી ટીમ પર લોકોએ હુમલો કર્યો હતો. ત્યાર બાદ પુણા પોલીસે મહિલા સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે અને કાર્યવાહી હાથધરી છે.
સુરતમાં અલગ-અલગ વિસ્તારોમાં હાલ ટેસ્ટિંગ કરવામા આવી રહ્યું છે જ્યારે બીજી બાજુ કોરોનાને ફેલાતો રોકવા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પુણામાં આરોગ્યી ટીમ એનઆરસી અને એનસીઆરની તપાસ કરવા આવી હોવાનો વહેમ રાખીને આરોગ્યની ટીમ પર લોકોએ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના બાદ પુણા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મહિલા સહિત 6 લોકોની ધરપકડ કરી હતી.
આ વિસ્તારાં આરોગ્યની ટીમ પોંચી ત્યારે આરોપીઓએ આરોગ્યની ટીમ પર થુંકીને કોરોના પોઝિટિવ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ તમામ આરોપીઓને કોરોના છે કે નહીં તેની તપાસ કરવામાં આવી છે. તમામ આરોપીઓનો કોરોનો રિપોર્ટ કરાવવામાં આવ્યો છે. હાલ તમામ આરોપીઓ પુણા પોલીસના કબ્જા હેઠળ છે.
આ ઉપરાંત સુરતમાં લોકડાઉનનું લોકો પાલન ન કરતાં હોવાનું જાણવા મળ્યું છે. લોકડાઉન હોવા છતાં પણ વોલીબોલ અને ક્રિકેટ રમતાં લોકોની પોલીસે ધરપકડ કરી હતી. ભેસ્તાનના શિવમનગરમાં વોલીબોલ રમી રહેલા 6 લોકોની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે ઉધના રોડ નંબર 2 પર સનગ્રેસ સ્કૂલ પાસે ક્રિકેટ રમી રહેલા ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી હતી. લોકડાઉન હોવા છતાં પણ રમી રહેલા આ તમામ લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
લોકડાઉન હોવા છતાં પણ સુરતમાં છોકરાઓને વોલીબોલ અને ક્રિકેટ રમવું ભારે પડ્યું? જાણો કેમ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 May 2020 10:30 AM (IST)
સુરતમાં લોકડાઉનનું લોકો પાલન ન કરતાં હોવાનું જાણવા મળ્યું છે. લોકડાઉન હોવા છતાં પણ વોલીબોલ અને ક્રિકેટ રમતાં લોકોની પોલીસે ધરપકડ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -