Kyrgyzstan Violence:કિર્ગિસ્તાનમાં વધી રહેલા  વિદેશીઓ  હુમલામાં સતત ભારતીય વિદ્યાર્થીઓને ટારગેટ કરવામાં આવતા હોવાની ઘટના બની છે,  સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરતના 100થી વધુ વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં ફસાયા છે. સુરતના વિદ્યાર્થિઓએ મદદ માટે  સોશલ મીડિયા દ્રારા અરજ કરી છે. ભારત સરકાર પાસે મદદ માગતા આ વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર વ્યથા રજૂ કરતા પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો.


 શું છે સમગ્ર મામલો


ભારતીયો વિદેશમાં અટવાઈ જવાનો મામલો નવો નથી. પરંતુ આ વખતે અમે ખાસ કરીને વિદ્યાર્થીઓની વાત કરી રહ્યા છીએ. દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ MBBS એટલે કે મેડિકલ અભ્યાસ માટે મધ્ય એશિયાઈ દેશ કિર્ગિસ્તાન જાય છે. ત્યાં શિક્ષણ સસ્તું છે અને પ્રવેશ પણ સરળ છે. જો કે હાલ  કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓના જીવ પર  જોખમ ઉભુ થયું છે.


 ગયા અઠવાડિયે, કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં કેટલાક સ્થાનિક લોકોએ પાકિસ્તાન અને ઇજિપ્તના વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ પછી મામલો વધુ વણસી ગયો. 13 મેના રોજ વાયરલ થયેલા આ લડાઈના વીડિયોમાં પાકિસ્તાન અને ઈજિપ્તના વિદ્યાર્થીઓ હતા. પરંતુ તેનાથી સ્થાનિક લોકો એટલા ગુસ્સે થયા કે તેઓએ તમામ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું


 મામલો વધતો જોઈને વિદ્યાર્થીઓના ક્લાસ ઓનલાઈન કરવામાં આવ્યા હતા. પરંતુ તેનાથી પણ તેમને કોઈ રાહત નથી મળી રહી. 18 મે, 2024 થી, તમામ ભારતીય વિદ્યાર્થીઓ તેમના હોસ્ટેલ અથવા ફ્લેટ સુધી મર્યાદિત છે. તેમને રૂમની બહાર જવાની પણ પરવાનગી નથી. ભારતીય દૂતાવાસ આ વિદ્યાર્થીઓના સંપર્કમાં છે અને તેમને તેમના ફ્લેટ અથવા હોસ્ટેલમાં રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ પોતે ડરના કારણે બહાર નીકળી રહ્યા નથી.


 કિર્ગિસ્તાનની વિવિધ મેડિકલ કોલેજોમાં એમબીબીએસનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મદદ માટે વિનંતી કરી છે. તેણે વિડીયો કોલ પર પોતાની વ્યથા રજૂ કરી છે. સુરતના 100થી વધુ વિદ્યાર્થી પણ અહીં ફસાયા છે. જેણે સોશિયલ મીડિયા પર ભારત સરકારને મદદ માટે અપીલ કરી છે અને સમગ્ર પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો.