Surat Crime news: ડાયમંડ નગરી સુરતમાં (diamond city) ગુનાખોરીનો ગ્રાફ દિવસને દિવસે વધી રહ્યા છે. સુરત શહેરના ડીંડોલી (dindoli area) વિસ્તારમાં ફરી એક વખત હત્યાની (murder) ઘટના બનવા પામે છે અંગત અદાવતમાં અતુલ સોની (atul soni)  નામના યુવકની હથિયારો વડે હત્યા કરીને હત્યારા ફરાર થઈ જવાની ફિરાકમાં હતા ત્યાં ડીંડોલી પોલીસે ગણતરીની મિનિટોમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરીને કેસને ઉકેલી નાખ્યો હતો.



સુરતના નવાગામ બીલીયાનગર સોસાયટીમાં હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. અતુલ સોની નામના યુવકની ઘાતકી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ હતી અને નાશ ભાગ મચી જવા પામી હતી જો કે ઘટનાની જાણકારી મળતા જ ડીંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી ત્યારે અંગત બાદમી ના આધારે ત્રણ શખ્સો ના નામ સામે આવ્યા હતા જે બાબતને લઈને તપાસના અમદાવાદ શરૂ કરી દેવામાં આવ્યા હતા ત્યારે આરોપીઓ ભાગે તે પહેલા જ પોલીસે તમામ પોલીસ કર્મચારીઓને કામે લગાડ્યા હતા અને ત્યારબાદ આરોપીઓનું પગેરું શોધી કાઢવામાં આવ્યું હતું. ગણતરીની મિનિટોમાં જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી.




 સુરતના નવાગામ ડીંડોલી ખાતે અતુલ સોની નામના યુવકની હત્યા થઈ હતી ત્યારે ત્રણ જેટલા હથિયારાઓ હથિયાર લઈને આવ્યા હતા. અતુલ સોની નામના યુવક ઉપર તેમણે હથિયારો વડે હુમલો કર્યો હતો. જો કે જાણકારી મળી રહી છે તે મુજબ આ હત્યા અંગત અદાવતમાં કરી હોવાનું સામે આવ્યું છે. આ બાબતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. ઉપરાંત કયા કારણોસર આ હત્યા કરવામાં આવી છે તે કારણોનું પણ પૃથકરણ કરવામાં આવી રહ્યું છે. ત્રણ ચાર દિવસ પહેલા જે અતુલ સોની છે તેની સાથે અન્ય ત્રણ યુવકોનો ઝઘડો થયો હતો અને ઝઘડો મારા મારીમાં પરિણમ્યો હતો. આજે એ મારામારીમાં જે પ્રમાણેની ઘટના ઘટી છે ત્યારે ત્રણ આરોપીઓ છે તેમણે અંદર અદાવત રાખીને આ પ્રમાણે હત્યાને અંજામ માપીને ફરાર થઈ ચૂક્યા હતા. જો કે જે હથિયારાઓ ગમે તેટલા સાતીર હોય પરંતુ પોલીસની પકડતી દૂર રહી શકતા નથી તે કહેવત સાચી ઠરી હતી. ડીંડોલી પોલીસે ડીંડોલી પોલીસે તાત્કાલિક ધોરણે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.