સ્થાનિક અખબારના અહેવાલમાં કરેલા દાવા પ્રમાણે, યુવતીની હત્યા ગળું દબાવીને કર્યા પછી ઓળખ છુપાવવા મોઢા પર પથ્થર માર્યા હોવાનું પણ પ્રાથમિક તબીબી તપાસમાં ખૂલ્યું છે. તપાસમાં યુવતી સાથે શરીરસંબંધ બંધાયો હોવાના પુરાવા પણ મળ્યા છે. જોકે, વધુ પડતી બળજરીના નિશાન તપાસમાં ન મળતાં બળાત્કાર ન થયો હોવાનું અનુમાન લગાવી રહ્યા છે.
તબીબી તપાસમાં આવેલા પ્રાથમિક રિપોર્ટ એવી ચર્ચા ચાલી રહી છે કે, હત્યારો યુવતીનો પરિચિત વ્યક્તિ હોઇ શકે છે. તેમજ હત્યારાએ યુવતી સાથે હત્યા પહેલા શરીરસંબંધ બાંધ્યા હોવાની શક્યતા છે. મઢીના કાટી ફળિયા ખાતે રાજુભાઈ ચૌધરીનું ખેતરમાંથી ગત 26મી જાન્યુઆરીના રોજ ખેતરની પાણીની નીકમાં 25 વર્ષીય યુવતીની લાશ જોવા મળી હતી. યુવતની હત્યા બોથડ પ્રદાર્થથી કરી છે. યુવતીની લાશની બાજુમાં જ એક મોટો પથ્થર મળી આવ્યો હતો. જેના પર લોહીના ડાઘ જોવા મળી રહ્યાં છે. જે પથ્થરને પણ પોલીસે તપાસ અર્થે લીધો હતો.
હત્યાનો ભોગ બનેલી યુવતીએ લાલ રંગનું ટોપ, સફેદ લેંગીસ અને લીલી ઓઢણી મળી આવી હતી. કાનમાં બુટ્ટી અને નાકમાં જડ પહેરેલ છે.