સુરત:   બારડોલીના ઇસનપોર ગામની સીમમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે.  માલિબા કોલેજના વિદ્યાર્થીઓને લઈને જતી ઇકો કાર રોડની સાઈડ પર ઉતરી ઝાડ સાથે અથડાતા ગંભીર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં 2 વિદ્યાર્થીઓના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. આ ગંભીર અકસ્માતમાં કાર રોડ પરથી નીચે ઉતરીને ઝાડ સાથે ટકરાઈ હતી.




આ ગંભીર અકસ્માતની ઘટનામાં  અન્ય 6 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને ગંભીર ઇજાઓ સાથે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં  સારવાર અર્થે ખસેડાયા છે.  એક વિદ્યાર્થીનીની હાલત નાજુક જણાતા તેને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.  બારડોલી રૂરલ પોલીસનો કાફલો ઘટના સ્થળ પહોંચ્યો હતો.   


ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા ભયંકર અકસ્માત,  ઘટનાસ્થળે જ બે યુવકોના મોત


ડીસા પાલનપુર નેશનલ હાઇવે પર ગત મોડી રાત્રે રોડની સાઈડમાં ઊભેલી ટ્રક પાછળ બાઇક સવાર બે યુવકો ઘૂસી જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર બંને યુવકો જે સ્થિતિમાં બાઈક પર બેઠા હતા તે જ સ્થિતિમાં ઘટના સ્થળે જ તેમના કરુણ મોત નીપજ્યા હતા. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. બાઇક ટ્રક પાછળ એટલું જોરથી અથડાયું હતું કે ટ્રક ત્રણ ફૂટ આગળ ખસી ગઇ હતી.  આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક સવાર બંને યુવકો રોડ પર પટકાતા લોહીલુહાણ થઈ જતાં જે સ્થિતિમાં બાઈક પર બેઠા હતા તે જ સ્થિતિમાં ઘટના સ્થળે જ બંનેનાં કરુણ મોત નીપજ્યા હતા.  


ઈસ્કોન બ્રિજ કેસ: તથ્ય પટેલની કારની સ્પીડ અંગે FSL દ્વારા કરવામાં આવ્યો મોટો ખુલાસો


અમદાવાદ ઈસ્કોન બ્રિજ કેસમાં આરોપી તથ્ય પટેલની કારની સ્પીડને લઈ સૌથી મોટો ખુલાસો થયો છે. FSL રીપોર્ટમાં તથ્ય પટેલની કારની સ્પીડ અંગે ખુલાસો થયો છે. તથ્ય પટેલની જગુઆર કારની સ્પીડ 142.5 હોવાનું સામે આવ્યું છે. ઈસ્કોન બ્રિજ પર 20 જૂલાઈને ગુરુવારે  અકસ્માતમાં કુલ 10 લોકોના મોત થયા છે. આ અકસ્માતની ઘટનાએ ગુજરાત સહિત દેશમાં ખળભળાટ મચાવી દિધો હતો.  


આ ગંભીર અકસ્માતમાં 10 લોકોના મોત થયા


આ કેસમાં આરોપી તથ્ય પટેલની પોલીસે ધરપકડ કરી છે અને તેના સોમવારે 4 વાગ્યા સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. અકસ્માત પહેલા શું થયુ હતું તેની પોલ કારમાં બેસેલી તથ્યની જ એક મિત્રએ ખોલી હતી.  આ ગંભીર અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. આ કેસમાં આરોપી તથ્ય પટેલની પોલીસે ધરપકડ કરી છે અને તેના સોમવારે 4 વાગ્યા સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. અકસ્માત પહેલા શું થયુ હતું તેની પોલ કારમાં બેસેલી તથ્યની જ એક મિત્રએ ખોલી છે.









અકસ્માત પહેલા કાફેમાં ગયા હતા


આ તમામ લોકો છેલ્લા એક વર્ષથી મિત્રો હતા. આર્યન અને ધ્વનિ ભાઈ-બહેન છે. સોશિયલ મીડિયા અને કાફેની મુલાકાતો દ્વારા જ તમામ લોકો વચ્ચે મિત્રતા થઈ હતી અને આ પહેલાં પણ અગાઉ એકબીજા સાથે ફરવા જતાં હતાં. અકસ્માતના દિવસે પણ અગાઉની જેમ જ 6 લોકો કાફેમાં ગયાં હતાં. જ્યાંથી પરત ફરતાં આ અકસ્માત સર્જાયો હતો. યુવતીએ પોલીસ પૂછપરછમાં કહ્યું કે, રાતે જ્યારે કેફેથી નીકળ્યા ત્યારે તથ્યએ પૂરઝડપે કાર ચલાવી હતી. તથ્યને કાર ધીમે ચલાવવા કહ્યું પરંતુ તે માન્યો નહી!