ભરુચઃ વાલિયાના હીરાપોર ગામે આડા સંબંધના વહેમમાં બે જૂથ વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો. બે જૂથ વચ્ચે મારામારીમાં 45 વર્ષના વ્યક્તિની હત્યા થઈ ગઈ હતી. જ્યારે તિક્ષણ હથિયારના ઘા વાગતા યુવતી સહિત ત્રણ ઘાયલ થયા છે. વાલિયા પોલીસે હત્યા અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરત: સુરતના સલાબતપુરામાં નોંધારી સગીરા પર ખૂદ માસાએ જ વારંવાર બળાત્કાર ગુજારીને ગર્ભવતી બનાવી દીધી હતી. તેમજ સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. આ કિસ્સામાં પોલીસ ફરિયાદ થતાં સગા માસાએ હવસ સંતોષી હોવાનું સામે આવતાં પોલીસે તેને જેલહવાલે કરી દીધો હતો. કેસ કોર્ટમાં ચાલતે આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
Surat : સગીરા સાથે માસાએ પરાણે વારંવાર માણ્યું શરીરસુખ, થઈ ગઈ પ્રેગ્નેન્ટ ને પછી....
14 વર્ષની કિશોરી પર દુષ્કર્મનો મામલે આરોપીને કોર્ટે આપી આજીવન કેદની સજા ફટકારી છે. એક વર્ષ પહેલાં સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં ઘટના બની હતી. માતા-પિતાના મૃત્યુ બાદ 14 વર્ષની માસુમ મજબુર હતી. કિશોરી મજૂરી કરી પેટિયું રડી ખાતી હતી. માસુમની એકલતાનો લાભ લઇ માસા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
આરોપીએ એની ઉપર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. આખી ઘટના 7 મહિના બાદ બહાર આવી હતી. માસુમ પિતરાઈ બહેનનું પેટ બહાર આવતા મામલો સામે આવ્યો હતો. પીડિત કિશોરીએ નવી સિવિલ હોસ્પિટલમાં એક બાળકીને જન્મ આપ્યો હતો.
પોલીસે DNA તપાસ કરાવી હતી. DNA રિપોર્ટ આવી ગયા બાદ આજે સુરત સેશન કોર્ટે ચુકાદો આપ્યો. આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી તેમજ 7 હજારનો દંડ ફટકાર્યો હતો. ભોગ બનનાર પીડિત કિશોરીને 10 લાખ કોમ્પોસેશન આપવા કોર્ટે જણાવ્યું હતું.