સુરતઃ ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરી દેવામાં આવી છે. રૂપાણી સરકારના તમામ મંત્રીઓને પડતા મુકવામાં આવ્યા છે. દરમિયાન નવા મંત્રીમંડળની શપથ બાદ પૂર્વ મંત્રી અને વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ દાવો કર્યો હતો કે સુરતની વરાછા બેઠક જીતવી છે અઘરી, કેમ કે, ભાજપના મતદારો વિમુખ થયા છે અને આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધ્યું છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં 2017 કરતા વધારે અઘરૂ છે કારણ કે તેના લોકોનો મિજાજ અલગ છે. ત્યાં વાતાવરણ બગડેલું છે. મારા વિસ્તારમાંથી આપના કોર્પોરેટરો ચૂંટાયા છે.
એક ટોચના ન્યૂઝપેપરના અહેવાલ અનુસાર, કુમાર કાનાણીએ કહ્યું હતું કે, સુરત સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાજપ માટે વાતાવરણ ખરાબ છે. સુરતની વરાછા બેઠક 2022માં જીતવી અઘરી છે. મારા વિસ્તારમાં વાતાવરણ બગડ્યું છે. મારા વિસ્તારમાંથી આપના કોર્પોરેટરો ચૂંટાયા છે. હું તો માનું છું કે સુરત જ નહી સૌરાષ્ટ્ર આખાની અંદર પાર્ટી અને ઉમેદવારનું નામ હશે તો તે વધારે ચાલશે તો જ અને એ અનુસાર પસંદગી થશે તો ચોક્કસ લડીશું. વ રાછા વિધાનસભા બેઠક જીતવી અઘરી છે. ત્યાંના લોકોનો મિજાજ બદલાયો છે. ભાજપના મતદારો વિમુખ થયા છે.
કાનાણીએ જણાવ્યું હતું કે ભાજપના પાયાના કાર્યકર તરીકે મારે પક્ષને સાચી વાતથી માહિતગાર કરવા જ પડે. જો અઘરું હોય તો મારે અઘરું કહેવું જ પડે. જેથી પાર્ટીને આગળની રણનીતિ બનાવવાની ખબર પડેય પક્ષને ગેરમાર્ગે દોરવું યોગ્ય નથી. વરાછામાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધ્યું છે.