સુરતઃ ડિસ્ટ્રીકટ કો.ઓપરેટિવ બેન્કની ચૂંટણીમાં ભાજપના સાંસદનો પરાજય થયો છે. બારડોલીના સાંસદ પ્રભુ વસાવાનો બારડોલી બેઠક પર પરાજય થયો છે. વર્તમાન સાંસદની હાર બાદ ભાજપ સમર્થકોમાં સન્નાટો થઈ ગયો છે. સાંસદ પ્રભુ વસાવા સામે નરેન્દ્ર મહિડાનો વિજય થયો છે. ડિસ્ટ્રીક્ટર બેંકના 9100 કરોડ રૂપિયાનો વહીવટ કરવા સાંસદો-ધારાસભ્યને રસ લાગ્યો હતો.

જ્યારે માંડવી બેઠક પર ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારની હાર થઈ છે. મહુવા બેઠક પર ત્રીજો અપસેટ સર્જાયો હતો. ભાજપના બળવાખોર બાલુભાઈ પટેલ વિજય જાહેર થયા છે. ભાજપના સત્તાવાર પેનેલના અરવિંદ પટેલની હાર થઈ છે. બંને ઉમેદવારને મળ્યા 10-10 મત મળ્યા હતા. ચિઠ્ઠી ઉછાળી પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

કામરેજ સંયોજિત બેઠક બાદ માંડવી બેઠક પર ઉપર પણ ભાજપ પ્રેરિત પેનલની હાર થઈ છે. કામરેજ બેઠક પરથી ભાજપના બળવંત પટેલનો વિજય થયો છે. જ્યારે મનહર પટેલની હાર થી છે. બળવંત પટેલને 12, જ્યારે મનહર પટેલ માત્ર 4 મત મળ્યા હતા.

માંગરોળ બેઠક દિલીપસિંહનો વિજય થયો છે, જ્યારે કિશોરસિંહની હાર થઈ છે. દિલીપસિંહ રાઠોડને 21 મત, જ્યારે કિશોરસિંહને 17 મત મળ્યા હતા.

આ ચૂંટણીમાં ઓલપાડ ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલ, કોંગ્રેસના ધારાસભ્ય પુનાભાઈ ગામીતે ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલને હરાવવા પૂર્વ ધારાસભ્ય ધનસુખ પટેલે પણ ઉમેદવારી કરી હતી.