સુરત: શહેરના અશ્વીની કુમાર વિસ્તારમાં આવેલી એક કંપની આગ લાગવાની ઘટના બની હતી. કાપડના કારખાનામાં અચાનક આગ ફાટી નિકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે આગના ધૂમાડા દૂર દૂર સુધી દેખાયા હતા. ઘટનાની જાણ થતા જ સાત જેટલા ફાયર ફાઈટર પણ સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જો કે, હાલ કોઈ જાનહાનીના અહેવાલ નથી.


100 થી વધુ કર્મચારીઓને મિલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે ફસાયેલા 20 કામદારોનું રેસ્કયૂ કરવામાં આવ્યું હતું. ચીફ ફાયર ઓફિસર આગ બુઝાવાની કામગીરી દરમિયાન ઇજાગ્રસ્ત થયા હતા. કારખાનામાં આગ લાગવાનું કારણ અકબંધ છે. આગની ઘટના સમયે અંદર કોઈ હતુ કે નહીં તે અંગે પણ તપાસ શરૂ કરાઈ છે.


જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. લબ્ધી મિલમાંથી લોકોનું દિલ ધડક રેસ્ક્યુ કરાયું હતું. પીપળાના ઝાડનો ઉપયોગ કરી 6 મહિલા 2 બાળકો અને 6 પુરૂષો ને રેસ્ક્યુ કરાયું હતું. લોકો જીવના જોખમે નીચે ઉતર્યા હતા. 2 લોકોને ફેક્ચર થયું હતું.