સુરતમાં ભાજપનો સ્નેહમિલન સમારોહ, અમિત શાહે કહ્યુ- 'સુરતે તમામ ચૂંટણીમાં ભાજપને જીત અપાવી છે'

સુરતમાં ભાજપનનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી અને સી.આર પાટીલની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ શો યોજાયો હતો

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 24 Nov 2021 07:39 PM

બ્રેકગ્રાઉન્ડ

સુરતમાં ભાજપનનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી અને સી.આર પાટીલની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ શો યોજાયો હતો.  જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા હતા.દિવાળી બાદ ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં ઠેર- ઠેર સ્નેહમિલન...More

સુરત શહેરે તમામ ચૂંટણીમાં ભાજપમાં જીત અપાવી છે

સુરતમાં યોજાયેલા ભાજપના સ્નેહમિલન સમારોહમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વીડિયો કોન્ફ્રન્સ મારફતે જોડાયા હતા. અમિત શાહે કહ્યું કે  હું ડિસેમ્બર મહિનામાં સુરતીઓને મળવા આવીશ. સુરત દેશભરમાં સ્વચ્છતા મામલે બીજા નંબરે આવવા પર સુરત વાસીઓને અમિત શાહે અભિનંદન આપ્યા હતા.


અમિત શાહે કહ્યું કે સુરત શહેરે તમામ ચૂંટણીમાં ભાજપમાં જીત અપાવી છે. સુરત એ મિનિ ભારત છે. 31 - 32 વર્ષથી સુરત ભાજપને જીત અપાવે છે. સીઆર પાટીલની પેજ પ્રમુખની કામગીરી કામ આવી છે.
સંગઠનથી ચૂંટણી જીતી શકાય છે. ટેકસટાઇલ, ડાયમંડ સહિતના અનેક ઉદ્યોગમાં સુરતીઓ આગળ છે.