સુરતઃ મહિલાએ હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કરતાં ખળભળાચ મચી ગયો છે. બે પરિચિતને આપેલા 17 લાખ પાછા ન મળતા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રૂપિયાની ઉઘરાણી કરતા મહિલાને રૂપિયા લેનારે ધમકી આપી હતી. માનસિક રીતે ભાંગી જતા મહિલાએ હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
રૂબરૂ મળીને રૂપિયાની માગણી કરે તો ધાક ધમકી આપતા હતા. આર્થિક ભીંસથી ઘર ચલાવવાનું પણ મુશ્કેલ થતા મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો. શહેરના ગાંધી બાગમાં મહિલાએ જાહેરમાં હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટના સ્થળેથી સુસાઇડ નોટ મળી આવતા મહિલાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી.
પીડિત મહિલાએ જણાવ્યું હતું કે ,બાકી નીકળતા લગભગ 17 લાખ રૂપિયાની ઉઘરાણી કરતા પરિચિતો ધમકી આપતાં હતા. કોઈ પણ સહકાર આપી રહ્યું નથી. હવે ઘર ચલાવવું પણ મુશ્કેલ બનતા આપઘાત કરવા મજબૂર બની છું. બે વર્ષ પહેલાં મહિલાએ બચતના બે પરિચિતને આપ્યા હતા. જોકે સમય જતા બન્ને જણાએ ફોન રિસીવ કરવાનું પણ બંધ કરી દીધું હતું. રૂબરૂ મળીને રૂપિયાની માગણી કરું તો ધાક ધમકી આપતા થઈ ગયા હતા.
આપઘાતના પ્રયાસ પહેલા મહિલાએ સુસાઈડ નોટ પણ લખી હતી. મહિલાએ જણાવ્યું હતું કે હું પતિ સાથે છૂટાછેડા લીધા બાદ બહેન અને માતા સાથે રહું છું. આર્થિક ભીંસને લઈ ઘર ચલાવવાનું પણ ભારી પડી રહ્યું છે. કોઈ રસ્તો ન જડતા આજે આવું પગલું ભરવા મજબૂર બની છું.
Dahod : 6 સંતાનોની માતાને પતિના મિત્રના 14 વર્ષના પુત્ર સાથે બંધાયા શરીર સંબંધ, પ્રેમીને લઈને થઈ ગઈ ફરાર ને....
દાહોદઃ ફતેપુરામાં 35 વર્ષીય પરણિતા અને છ સંતાનોની માતા પતિના મિત્રના 14 વર્ષના છોકરા સાથે ભાગી જતાં ખળભળાટ મચી ગયો છે. સગીર સાથે લગ્ન કરવાના ઇરાદે પોતાની સાથે લઇ ગયા બાદ બંને પકડી પાડ્યા હતા. જોકે, પરત લાવતી વખતે સંતરામપુરના બસ સ્ટેન્ડથી ચકમો આપીને તે ફરીથી પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. બંનેનો કોઈ પત્તો ન લાગતા સગીરાને પિતાએ પોલીસમાં અરજી આપી છે.
ફતેપુરાના બે પરિવાર ગાંધીનગરમાં સાથે મજૂરીકામ કરે છે. ત્યારે 6 સંતાનની માતા એવી પરિણીતાને સાથે મજૂરી કરતાં પરિવારના 14 વર્ષીય સગીર સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. પરણીતાને પ્રેમીના ઉંમરાના તો બાળકો છે તેમજ એક દીકરીના તો લગ્ન પણ થઈ ગયા છે. સગીર અને તેનો પરિવાર કોઈ કારણથી વતન આવ્યો હતો. જોકે, પરણીતાએ સગીરને મળવા પહોંચી ગઈ હતી તેમજ તેને સુખસર બોલાવી ગાંધીનર આવવા રવાના થઈ ગઈ હતી.
બીજી તરફ પરણીતાના પતિએ પત્ની સગીર સાથે ભાગી ગઈ હોવાની જાણ કરી હતી. બંને ગાંધીનગરમાં હોવાની જાણ થતાં પાંચ દિવસ પહેલા સગીરનો પરિવાર ત્યાં પહોંચી ગયો હતો અને બંનેને પકડી બસથી ફતેપુરા લાવી રહ્યા હતા. જોકે, પરણીતાએ સંતરામપુરમાં સગીરના પરિવારે વાતમાં ફસાવીને ફરી એકવાર સગીર સાથે ભાગી ગઈ હતી.
તપાસમાં પરણીતા સગીર સાથે પોતાના પિયરમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. પરણીતા સગીરને પોતાની સાથે પતિ તરીકે રાખવા માંગે છે. આ અંગે પોલીસમાં અરજી થતાં તપાસ શરૂ થઈ છે. સગીરના પિતાને ઉંમરના પુરાવા લઈને બોલાવ્યા છે. આ અંગે પુરાવા જોઇને ગુનો દાખલ થશે, તેમ પોલીસે જણાવ્યું હતું.
પિતા દીકરો સગીર હોવાનો દાવો કરી રહ્યો છે, જ્યારે છોકરો પોતે પુખ્ત હોવાનો દાવો કરી રહ્યો છે. જેને કારણે પોલીસ વિમાસણમાં મુકાઈ છે. હવે આજે આ મુદ્દે વધુ ખુલાસો થાય તેવી શક્યતા છે.