Gujarat Local Body Election 2026 Results:  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં તારીખ 26 એપ્રિલના રોજ 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થયું હતું.જેની મતગણતરી આજે એટલે કે 28 એપ્રિલના રોજ શરુ થઈ ગઈ છે. નોંધનિય છે કે, રાજ્યમાં મુખ્ય 3 પક્ષ ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે કાંટાની ટક્કર છે. 

 

Continues below advertisement
Continues below advertisement

આજે 28 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી હાલ ચાલી રહી છે. કુલ 10,005 બેઠકોમાંથી 732 બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે.

ગણદેવી નગરપાલિકાનું પ્રથમ પરિણામ જાહેર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગણદેવી નગરપાલિકાનું પ્રથમ પરિણામ જાહેર થયું છે, જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ગણદેવી નગરપાલિકાની તમામ 24 બેઠકો પર કમળ ખીલ્યું છે અને ભાજપે ક્લિનસ્વીપ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં ભાજપનો દબદબો એટલો મજબૂત હતો કે કુલ 24 બેઠકોમાંથી 22 ઉમેદવારો તો અગાઉ જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.

ચૂંટણીનું મહત્વઆ ચૂંટણીમાં જે પક્ષ સૌથી વધુ પાલિકા અને પંચાયતોમાં વિજય મેળવશે, તેના માટે 2027ની વિધાનસભા ચૂંટણીનો રસ્તો સરળ બનશે. ભાજપ સામે 2021ના શાનદાર પરિણામોનું પુનરાવર્તન કરવાનો પડકાર છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) માટે આ અસ્તિત્વ ટકાવી રાખવાની લડાઈ છે.

આ પણ વાંચો...Gujarat Local Body Election 2026 Results Live: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી શરૂ, 732 બેઠકો જાહેર થઈ ચુકી છે બિનહરીફ

લુણાવાડા ન.પાની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય

લુણાવાડા નગરપાલિકાની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. વોર્ડ નં. 5માં ભાજપના રક્ષાબેન પરમાર 1275 મત સાથે જીત્યા છે, જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર કૃપાબેન ખાંટને 1040 મત મળ્યા છે.

સાવલી ન.પાની વોર્ડ નં.1 અને 2માં ભાજપની પેનલનો વિજય 

સાવલી નગરપાલિકાના વોર્ડ નં. 1 અને 2માં ભાજપની પેનલનો વિજય થયો છે. વોર્ડ નં. 2માં ભાજપના ગિરિશ પરમાર, પરેશ ગાંધી, રેખાબેન ચૌહાણ અને સેજલ શાહ વિજયી થયા છે. જ્યારે વોર્ડ નં. 1માં અમરીનબાનુ જાવેદખાન પઠાણ, કિરણબેન ઠાકોર, ત્વરિલ પઠાણ અને મનીષ વસાવાએ જીત મેળવી છે.

આમ આદમી પાર્ટી માટે સારા સમાચાર

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આમ આદમી પાર્ટી માટે સારા સમાચાર આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાંથી AAP માટે સારા સમાચાર સામે આવ્યા છે. આકોલવાડી તાલુકા પંચાયતમાં AAPના ઉમેદવાર મનીષ ગોંડલીયાએ 221 મતોથી જીત મેળવી છે, જેના કારણે પાર્ટીએ અહીં પોતાનું ખાતું ખોલ્યું છે.