સુરતના નાનપુરા કાળદશાની નાળમાં   મેટ્રો પ્રોજેક્ટને લઈને સ્ટેશન બનાવવાનું કામ ચાલી રહી છે. આ દરમિયાન આજે 14 વર્ષનો કિશોર અખ્તર શેખ મિત્રો સાથે રમવા ગયો હતો. જેના પર લોખંડનો પિલર પડતાં ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનાની જાણ થતા પરિવાર દોડી આવ્યો હતો. જોકે, પાલિકા અને મેટ્રો પ્રોજેક્ટની કામગીરી કરતા લોકો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.


બાળક મિત્રો સાથે ઘરની નજીકમાં જ રમવા માટે ગયો હતો. મેટ્રો સ્ટેશનનું કામ ચીલી રહ્યું છે ત્યાં રમી રહ્યો હતો. આ દરમિયાન અખ્તર પર એક લોખંડનો પિલર પડ્યો હતો. જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.




સાંજે 4:30 કલાકે અખ્તર શેખ નામનો બાળક રમતા રમતા મેટ્રો ના કામકાજ સ્થળે પહોંચી ગયો હતો.  મૃતક બાળક ધોરણ-8 નો વિદ્યાર્થી છે. ઘટના બાદ મિત્રોએ દોડી ને ઘરમાં જાણ કરતા પરિવાર દોડી આવ્યો હતો.  SMC અને મેટ્રોના માણસો ઘટના બનતા  ફરાર થયા હતા.  બાળકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.



પરિવારજનોએ ચીમકી આપી કે મેટ્રોનું કામ અટકાવવામાં આવશે.  પરીવારજનોનો આરોપ છે કે  મોત માટે પાલિકા અને મેટ્રોના અધિકારીઓ જવાબદાર છે.  યોગ્ય તપાસ કરી ન્યાય આપવામાં આવે.  અઠવા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને અકસ્માતની નોંધ કરી તપાસ શરુ કરી છે. 


આ જાણીતા શહેરમાં નોંધાયો ઓમિક્રોનનો પ્રથમ કેસ, જાણો દેશમાં અત્યાર સુધીમાં કેટલા કેસની થઈ પુષ્ટિ


દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. દેશમાં કોરોનાના અત્યાર સુધીના નવા પ્રકારના 36 કેસ નોંધાયા છે. નાગપુરના મ્યુનિસિપલ કમિશ્નર રાધાક્રિષ્નન બી ના જણાવ્યા મુજબ, 40 વર્ષીય પુરુષમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે. નાગપુરનો આ પ્રથમ ઓમિક્રોન કેસ છે.



ઈટાલીથી ચંદીગઢ આવેલા 20 વર્ષીય યુવકને ઓમિક્રોનથી ચેપ લાગ્યો છે. માહિતી અનુસાર, તે 22 નવેમ્બરે ભારત આવ્યો હતો અને તપાસમાં તેનો રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવ્યો હતો. આ સિવાય આંધ્ર પ્રદેશમાં પણ એક વ્યક્તિ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ, તે આયર્લેન્ડથી અહીં પહોંચ્યો છે.