Organ Donation: સુરતમાં બ્રેઈનડેડ શૈશવ પટેલેના પરિવારે તેમના ઓર્ગન દાન કરવાનો નિર્ણય લીધો અને એક નહીં પરંતુ સાત લોકોની જિંદગીની અજવાળી દીધી.

બ્રેઈનડેડ શૈશવ પટેલેના હૃદય, ફેફસા, લિવર, કિડની, ચક્ષુઓનું  દાન કર્યું છે. હૃદય, ફેફસા, લિવર, કિડની, ચક્ષુઓના દાનથી સાત વ્યક્તિઓને નવુંજીવન મળ્યું છે. ઓર્ગેન દાન કરતા કોસંબાના રહેવાસી ૨૨ વર્ષીય યુવકમાં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. તો અમદાવાદની રહેવાસી 4૦ વર્ષીય મહિલામાં અમદાવાદની K.D હોસ્પિટલમાં ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સફળ લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. કિડનીનું દાન મળતા અહીં કિડનના દર્દીનું અમદાવાદની હોસ્પિટલમાં બંને કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.સુરત શહેર પોલીસે ત્રણ ગ્રીન કોરીડોર ના મદદથી ફેફસા, લિવર અને કિડની સમયસર પહોચાડી હતી.

ઉલ્લેખનિય છે કે, સુરતમાં અત્યારસુધીમાં  ડોનેટ લાઈફ દ્રારા  45 હૃદય,15મું ફેફસાન દાન  કરવામાં આવ્યું છે. ડોનેટ લાઈફ સંસ્થાએ જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના 1 હજાર વ્યક્તિઓને નવજીવન આપ્યું છે.ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.


Heart Attack Death: રાજકોટ રેસકોર્ષ મેદાન ક્રિકેટ રમતો યુવક મેદાનમાં ઢળી પડ્યો, હાર્ટ અટેકથી મોત


Heart Attack Death:રાજકોટમાં વધુ એક યુવકનું ક્રિકેટ રમતા હાર્ટ અટેક આવતા મૃત્યુ થયું છે. રેસ્કોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવી જતાં 45 વર્ષિય મયુર મકવાણા નામના વ્યક્તિનું અવસાન થયું છે.


કોરોના બાદ સતત યંગસ્ટર્સમાં હાર્ટ અટેકના કેસ વધી રહ્યાં છે. ડાન્સ કરતી વખતે તો જીમમાં કે વરઘોડામાં નાચતા હાર્ટ અટેક આવી જતાં મોત થયાના કેસ સતત વધી રહ્યાં છે. રાજકોટમાં ફરીવાર એક આવો જ કિસ્સો બન્યો છે. રેસ્કોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવી જતાં 45 વર્ષિય મયુર મકવાણા નામના વ્યક્તિનું અવસાન થયું છે.. આ યુવક  સોની કામ કરતો હતો અને આજે રવિવારની રજા હોવાથી  ક્રિકેટ રમવા ગયો હતો. આ યુવક આમતો દર રવિવારે ક્રિકેટ રમતા હતા.


 છેલ્લા 40 દિવસમાં રાજકોટની અંદર અલગ અલગ રીતે  છ યુવાનોનું હાર્ટ એટેકથી મોત થયું છે. આમાંથી સૌથી વધુ ક્રિકેટ રમતા યુવકના મોત થયા છે. થોડા સમય પહેલા જ  એક યુવાનનું ફૂટબોલ રમતા રમતા મૃત્યુ થયું હતું.બે દિવસ પહેલા કુદરતી હાજર તે જતા એક યુવાનનું આજી વસાહતમાં મૃત્યુ હતું. તો આ જ રીતે તાજેતરમાં જ રાજકોટમાં ક્રિકેટ રમતી વખતે હાર્ટ અટેક આવી જતાં યુવક મેદાનમાં ઢળી પડ્યો હતો અને જિંદગી ગુમાવી હતી.