સુરતમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો બન્યો હતો. મળતી જાણકારી અનુસાર, સુરતમાં સવા વર્ષનો બાળક રમતા રમતા ટાંકણી ગળી ગયો હતો. ડોક્ટરોની ટીમે દોઢ કલાકની સર્જરી બાદ 4 સે.મીની ટાંકણી બહાર કાઢી હતી. ઝાડા-ઉલટી થતા બાળકને સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો. વોર્ડમાં બેડ ઉપર રમતા-રમતા બાળક ટાંકણી ગળી ગયો હતો. બાળકની શ્વાસનળીમાં દૂરબીન નાખીને સર્જરી કરી ટાંકણી બહાર કાઢવામાં આવી હતી.

સિવિલ હોસ્પિટલમાં ઝાડા- ઉલ્ટીની સારવાર માટે દાખલ કરાયેલો સવા વર્ષીય માસૂમ રમતા- રમતા 4 સેમીની ટાંકણી ગળી ગયો હતો. જોકે તુરંત જ માતાને જાણ થતા તે તબીબ પાસે દોડી ગયા અને એક્સ-રે કરાવાતા પીન શ્વાસ નળીમાં ફસાયેલી હોવાનું સામે આવ્યું હતું. જેથી તબીબોએ ઓપરેશન હાથ ધર્યું અને શ્વાસનળીમાં ફસાયેલી ટાંકણીને તાત્કાલિક દૂરબીનની મદદથી બહાર કાઢવામાં આવી હતી.  સમીર શેખના પુત્ર અફાને ઝાડા-ઉલટી થતા બે દિવસથી સિવિલની સ્ટેમસેલ બિલ્ડીંગમાં સારવાર માટે દાખલ કરાયો હતો.  રવિવારે અન્ય બાળકો સાથે રમતા- રમતા ટાંકણી ગળી ગયો હતો. ટાંકણી અણીદાર હોવાથી બાળકોના સ્વાસ્થ્ય પર જોખમ હતું.  ઈએનટી વિભાગના નિષ્ણાંતોએ દોઢ કલાકની જટિલ સર્જરી બાદ ટાંકણીને સફળતા પૂર્વક બહાર કાઢી લેતા માસૂમનો જીવ બચી ગયો હતો. મળતી માહિતી અનુસાર, ઝાંપાબજાર ખાતે રહેતો સમીર શેખનો એક વર્ષીય પુત્ર અફાને 3 દિવસ પહેલા ઝાડા-ઉલટી શરૂ થયા હતા. જેથી તેને 19 એપ્રિલે સારવાર માટે પરિવારજનોએ નવી સિવિલમાં બાળકોના વોર્ડમાં દાખલ કર્યો હતો. ત્યાં ડોકટરો તેને જરૂરી સારવાર શરૂ કરી હતી. બાદમાં ગત 20 એપ્રિલે રાત્રે બાળક વોર્ડમાં બેડ ઉપર  રમતા રમતા ટાંકણી ગળી ગયો હતો. બાળકને ખાંસી થવા લાગતા પરિવારજનો ચિંતિત થયા હતા. ડોકટરોએ બાળકની તપાસ કરવા ગળાના ભાગનો એક્સ રે કઢાવ્યો હતો. જેમાં નિદાન થયુ હતુ કે, તેની શ્વાસ નળીમાં ટાંકળી ફસાઇ ગઇ હતી. જેથી બાળકને ઓપરેશન થિયેટરમાં લઇ જવામાં આવ્યો હતો. જોકે ડોકટરો ટીમ દ્વારા દોઢ કલાક સુધી ભારે જહેમત ઉઠાવીને સર્જરી કરાઇ હતી.