સુરત લઠ્ઠાકાંડે પકડ્યો રાજકીય રંગ, કોંગ્રેસે કર્યુ બંધનું એલાન, અલ્પેશ ઠાકોર લીધી મુલાકાત
abpasmita.in Updated at: 12 Sep 2016 09:16 AM (IST)
NEXT PREV
સુરત: શહેરના કડોદરા વિસ્તારમાં ઝેરી દારૂ પીતા 17 લોકોના મોત થયા હતા. આ લઠ્ઠાકાંડે હવે રાજકીય રંગ પકડ્યો છે. લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસે આજે બંધનું એલાન આપ્યુ છે. જ્યારે પૂર્વ કેંદ્રીય મંત્રી તુષાર ચૌધરી પ્રતિક ધરણા પર ઉતરશે. તો ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોર પણ વરેલી ગામની મુલાકાત લીધી હતી. લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે. અને આ મામલે તપાસ માટે ત્રણ સભ્યોની કમિટિ પણ બનાવાઇ છે. જેઓ ત્રણ દિવસમાં સમગ્ર રિપોર્ટ રાજ્ય સરકારને રજૂ કરશે.