સુરતઃ સુરતમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવ્યો છે ત્યારે સુરત મનપા કમિશ્નર બંછાનિધી પાનીએ ઓડિયો સંદેશ આપીને લોકોને સતર્ત રહેવા ચેતવ્યા છે.


પાનીએ આ મેસેજમાં કહ્યું છે કે, નવા વાયરસનો સ્ટ્રેન ખૂબ જ ચેપી છે અને અગાઉના વાયરસ કરતાં વધારે ચેપી હોવાથી આ વાયરસ ઝડપથી ફેફસામાં પ્રવેશે છે. આ વાયરસનાં લક્ષણો દેખાતા નથી પણ પોઝિટીવ થતાં હોય છે, તેના કારણે સાંધામાં દુઃખાવો (જોઈન્ટ પેઈન), નબળાઈ  (વીકનેસ) જમવામાં ઈચ્છા ન થવી વગેરે તેનાં લક્ષણો હોય છે પહેલાં પાંચથી સાત દિવસમાં ન્યુમોનિયા થતો હતો પણ નવા વાયરસાન કારણે અત્યારે ઓછા દિવસમાં થાય છે.


તેમણે અપીલ કરી કે, ક્લબ ચાલુ હોય તો બંધ કરો, વર્કફ્રોમ હોમ જ કરો અને કામ સિવાય બહાર ન નિકળો. અગત્યના કામ સિવાય બહાર ન નિકળો. તેમણ કહ્યું કે, બાળકો અને વડીલો માટે ખૂબ જ જરૂરી છે કે ઘરમાં જ રહો. તેમણે કહ્યું કે, મારી આપને અપીલ છે કે, તમામ સોસાયટીના જે ક્લબ્સ છે તે ક્લબ બંધ રાખવામાં આવે. જેટલું શક્ય હોય એટલું વર્ક ફ્રોમ હોમ કરવામાં આવે. અગત્યના કામ વગર ઘરેથી બહાર ન નિકળો અને કોઈ પણ વ્યક્તિ આજુબાજુ ખાલી મળવા માટે જાવનું ટાળો.  કોઈ અગત્યનાં કામ ન હોય તો બહાર જવાનું ટાળવા વિનંતી છે. થોડા સમયની ખુશી માટે કોઈના જીવને જોખમ પણ થઈ શકે છે. 


તેમણ કહ્યું કે, અત્યારે રિવર્સ ક્વોરન્ટાઈનની નીતિ અપનાવીએ. બાળકો અને વડિલો માટે એ ખૂબ જરૂરી છે, બાળકો-વડીલોને ચેપ ન લાગે તેની તમામ તકેદારી રાખીએ. માસ્ક અચૂક પણે વ્યવસ્થિત પહેરીને રાખવાનું છે. શક્ય બને ત્યાં સુધી બાળકો અને વડીલોને ઘરમાં જ રાખીએ.  SMC અને પોલીસને માઈક્રો કોન્ટેઈનમેન્ટ એરિયાને કોન્ટેક્ટ ટ્રેસિંગમાં મદદ કરીએ. તમામ એલિજિબલ લોકો જે છે તેઓ વેક્સિન અચૂકપણે લે.