સુરતઃ કોરોના વોરિયર ડોક્ટરનું માત્ર 34 વર્ષની ઉંમરે મોત, કોરોનાના દર્દીઓની સેવા કરતાં કરતાં મોતને ભેટ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Aug 2020 04:24 PM (IST)
ડો.હિતેશ લાઠીયા વિનસ હોસ્પિટલમાં કોવિડ વોર્ડના RMO તરીકે કામ કરતા હતા.
સુરત: શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સુરતમાં કોરોના વોરિયર ડોક્ટરનું મોત થયું છે. વિનસ હોસ્પિટલના ડો.હિતેશ લાઠીયાનું મોત થયું છે. માત્ર 34 વર્ષની ઉંમરે કોરોનાના દર્દીઓની સેવા કામગીરી કરતાં કરતાં મોતને ભેટ્યા છે. વિનસ હોસ્પિટલમાં કોવિડ વોર્ડના RMO તરીકે કામ કરતા હતા. તેમના નિધનથી પરિવાર આંક્રદ કરી રહ્યો છે. મૃતક ડો.હિતેશ લાઠીયાને હોસ્પિટલ સ્ટાફ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જ્યારે પરિવારજનોએ પરિક્રમા કરી અંતિમ વિદાય આપી હતી. વિનસ હોસ્પિટલમાં ૧.૫ વર્ષથી કાર્યરત હતા. ખુબ જ નિષ્ઠા અને જવાબદારી પૂર્વક કામ કર્યું. આઇ.સી.યુ, ઇમરજન્સી, જનરલ - એમ દરેક વાર્ડમાં કામ કરતાં હતાં. વિનસ હોસ્પિટલ મેનેજમેન્ટ તથા સેવંતીલાલ શાહનાં સ્ટાફે પુરો સપોર્ટ કર્યો અને બધાં ડોકટરોએ પણ ખૂબ જ મહેનત કરી છતાં તેમને બચાવી શકાયા નથી.