કોરોનાવાયરસના કારણે ગુજરાતમાં મોતને ભેટનારી પહેલી વ્યક્તિને શું હતી તકલીફ ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Mar 2020 03:54 PM (IST)
કોરોનાના કારણે ગુજરાતમાં મોતનો કિસ્સો નોંધાતાં ખળભળાટ મચ્યો છે. સુરતમાં કોરોનાવાયરસના કુલ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતા.
ગાંધીનગરઃ કોરોનાવાયરસના કારણે ગુજરાતમાં મોતનો પહેલો કેસ નોંધાયો છે. સુરતમાં 67 વર્ષના વૃધ્ધનું મોત થયું છે. આ વૃધ્ધને અસ્થમાની તકલીફ હતી તેથી શ્વાસ લેવામા સમસ્યા નડતી હતી. ગયા સપ્તાહે તેમને કોરોનાવાયરસનો ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું હતું. આ વૃધ્ધને આ પહેલાં સુરતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કોરોનાના કારણે ગુજરાતમાં મોતનો કિસ્સો નોંધાતાં ખળભળાટ મચ્યો છે. સુરતમાં કોરોનાવાયરસના કુલ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ પૈકી એક વ્યક્તિનું મોત નિપજતાં કોરોનાવાયરસની ગંભીરતા વિશે લોકો વધુ જાગૃત થાય એ જરૂરી છે. ગુજરાતમાં આજે કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ માત્ર 4 દિવસમાં જ ગુજરાતમાં 18 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. જે ખૂબ જ ચિંતાજનક છે. ગુજરાતમાં આજે કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ 4 દિવસમાં 18 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જણાવ્યું હતું કે, અમદાવાદમાં 7, ગાંધીનગર-3, કચ્છ-1, વડોદરા-3, રાજકોટ-1 અને સુરતમાં 3 કેસ નોંધાયા છે. આ 18 પોઝિટિવ કેસના નામ જાહેર કરવામાં આવશે.