આ બધાની વચ્ચે 5 લોકો બ્રિટનથી સુરત આવ્યા હતા. 2 રાંદેર ઝોન,1 કતારગામ ઝોન અને 2 સેન્ટ્રલ ઝોનના રહેવાસી બ્રિટનથી સુરત આવ્યા હતા. બ્રિટનથી આવેલા નાગરિકોનો RT-PCR ટેસ્ટ કરાવાયો હતો. આ પાંચેય લોકોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો લીધો છે. વિદેશથી આવતા તમામ લોકોના RTPCR ફરજિયાત કરવા પાલિકાએ નિર્ણય લીધો છે.
આ દરમિયાન દિલ્હી એરપોર્ટ પર યુકેથી આવેલા 5 લોકોનો કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમના સેમ્પલ નવા કોરોનાવાયરસ સ્ટ્રેન માટે મોકલવામાં આવ્યા છે. અહેવાલ મુજબ લંડનથી ફ્લાઇટ સોમવારે રાત્રે દિલ્હી એરપોર્ટ પર આવી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં કોવિડ-19 નોડલ ઓફિસરે કહ્યું, 266 પેસેન્જર અને ક્રૂ મેમ્બર્સ પૈકી 5 ના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. તેમના સેમ્પલ લઇને નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલમાં રિસર્ચ માટે મોકલવામાં આવ્યા છે.