Crime: સુરતમાથી વધુ એકવાર જુગારધામમાં પોલીસે દરોડા પાડ્યા છે. પોલીસે શહેરના પુણા વિસ્તારમાં જુગાર રમતા જુગારીઓ પર શિકંજો કરવાનુ શરૂ કરતાં 10 લોકોની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરના પુણા વિસ્તારમાં જુગાર ધામ ચાલતુ હતુ, અહીં ડુંભાલ ટ્રાન્સપોર્ પાસે જુગારીઓ ભેગા થઇને જુગાર રમી રહ્યાં હતા, અચાનક આ દરમિયાન પુણામાં સ્ટેટ વિજિલન્સ પોલીસ ટીમે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાના કારણે જુગારીઓ ભાગવા લાગ્યા હતા, જોકે, પોલીસે તમામ 10 જુગારીઓને ધરપકડ કરી લીધી હતી, આ સાથે પોલીસે 77 હજારનો મુ્દ્દામાલ પણ જપ્ત કર્યો હતો, ખાસ વાત છે કે આ દરોડામાં એક આરોપીને વૉન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યો હતો.
જુગાર રમતી વખતે જુગારીઓ વચ્ચે થઇ બબાલ, એકે ક્રોધમાં આવીને બીજાને ફટકાર્યો તો થઇ ગયુ મોત.....
રાજકોટમાંથી જુગાર રમતી વેળાએ એક જુગારીનું મોત થયાનો મામલો સામે આવ્યો છે. એક ઘરમાં જુગારધામ ચાલતુ હતુ, તે સમયે જુગારીઓ વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો અને આ દરમિયાન એક જુગારીએ બીજા જુગારીને ફટકો મારતા એક જુગારીનું મોત થઇ ગયુ હતુ. માહિતી પ્રમાણે, રાજકોટમાં રણુજા મંદિર પાછળના વિસ્તારમાં આવેલી શિવધારા સોસાયટીમાં એક જુગારીને ઘરે જુગાર રમાતો હતો, મેહુલ ગિરિ મેઘનાથી નામના શખ્સનાં ઘરે જુગાર રમાતો હતો. આ દરમિયાન વૃદ્ધ રતી ગિરિ ગોસાઈને ચીટીંગ કરતાં જુગાર રમવા આવેલા અન્ય એક બીજા શખ્સ વિરમે ફટકા માર્યા હતા. આ ફડાકા બાદ વૃદ્ધને ગભરામણ થવા લાગી અને બેભાન થઇને ઢળી પડ્યો હતો, જોકે, વૃદ્ધને હૉસ્પીટલે જવાને બદલે તેની પાસેથી 25 હજાર રૂપિયાની માંગણી શરૂ કરી દીધી હતી. વૃદ્ધ થયેલો શખ્સ તે સમયે મૃત્યુ પામ્યો હતો. હાલમાં વૃદ્ધનાં મૃતદેહને ફૉરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે, અને આ મામલે શહેરના આજી ડેમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ધરી છે.
રાજકોટમાં 14 મહિલાઓ જુગાર રમતા ઝડપાઇ
રાજકોટમાંથી વધુ એકવાર ક્રાઇમની હાઇ પ્રૉફાઇલ ઘટના સામે આવી છે. રાજકોટમાં પોલીસના દરોડામાં મહિલાઓ જુગાર રમતા ઝડપાઇ છે, અહીં એક મકાનમાં જુગારધામ ચાલતુ હતુ, પોલીસની દરોડા દરમિયાન અહીંથી જુગાર રમતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. માહિતી પ્રમાણે, રાજકોટમાં ગઇકાલે ક્રાઇમ બ્રાન્ચે સપાટો બોલાવતા મોટી કાર્યવાહી કરી હતી, આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે જુગારના અડ્ડાઓ દરોડા પાડ્યા હતા. ખાસ વાત છે કે, જ્યારે પોલીસે દરોડા પાડ્યા તે સમયે રાજકોટમાં આજી ડેમ પાસે માનસરોવર પાર્કમાં એક મકાનમાં મહિલાઓ દ્વારા સંચાલિત જુગારધામ પકડાયુ હતુ, આ જુગારધામમાંથી 14 મહિલાઓ રંગેહાથે ઝડપાઇ હતી. આ જુગારધામ એક મકાનમાં મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતુ હતુ.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial