સુરત: ઉધના વિસ્તારમાં સ્કુલે જતી વિદ્યાર્થિનીને પરેશાન કરતો હતો. સ્થાનિક લોકોને ખબર પડતાં રોમિયોને ઝડપી પાડ્યો હતો ત્યાર બાદ મેથીપાક ચખાડ્યો હતો. આ ઘટનાની જાણકારી મળતાં ઉધના પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ઉધના પોલીસે રોમિયોગીરિ કરતા શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ઉધના જલારામનગર ખાતે આવેલી સ્કુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની રોજ પોતાના નિત્યક્રમ પ્રમાણે ઘરેથી નીકળી સ્કુલે જવા નીકળી હતી. જ્યાં ઉઘના જલારામનગર ખાતે ઓટો રીક્ષા લઈ આવી ચઢેલા રોમિયોએ સ્કુલે જતી વિદ્યાર્થિનીને પરેશાન કરતો હતો જે જોઈને સ્થાનિક લોકો તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા. ત્યાર બાદ રોમિયોગીરી કરી રહેલા શખ્સને ઝડપી પાડ્યો હતો અને બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો.
આ રોમિયોના કપડાં પણ સ્થાનિક મહિલાઓ દ્વારા ફાડી નાખવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણકારી મળતાં જ ઉધના પોલીસની પીસીઆર વાનનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને રોમિયોગીરી કરનાર અનિકેત સંજયભાઈ ભામરેની અટકાયત કરી તેના વિરૂદ્ધ કાર્યવાહી છે.
સુરત: સ્કુલે જતી વિદ્યાર્થિનીની રોમિયો કરતો હતો છેડતી, લોકોએ ઝડપીને ચખાડ્યો બરાબરનો મેથીપાક
abpasmita.in
Updated at:
27 Dec 2019 03:03 PM (IST)
ઉઘના જલારામનગર ખાતે ઓટો રીક્ષા લઈ આવી ચઢેલા રોમિયોએ સ્કુલે જતી વિદ્યાર્થિનીને પરેશાન કરતો હતો જે જોઈને સ્થાનિક લોકો તાત્કાલિક ત્યાં દોડી ગયા
- - - - - - - - - Advertisement - - - - - - - - -