Surat: સરકારી કર્મચારીઓને ક્રિષ્ટો કરંસીમાં રોકાણના નામે મોટી ઠગાઈનો પર્દાફાશ થયો છે. ‘એક કા ટ્રીપલ’ કરવામાં 10 ફાયરમેન અને 4 પોલીસ સહિત 3500 લોકો સાથે 400 કરોડની ઠગાઈ થયાની ઘટના સામે આવી છે. સુરત મહાનગરપાલિકાના 10 જવાનો અને સુરત પોલીસના 4 કર્મીઓ સહિત 14 જણાએ ક્રિપ્ટો-કરન્સીમાં રોકાણ કરવામાં 65.70 લાખ ગુમાવ્યા છે.


લેભાગુ તત્વોએ લાલચ આપી કે એક વર્ષમાં જે રોકાણ કરશો તો 3 ગણા રૂપિયા મળશે. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની વાત કરી કરતા વિશ્વાસ કરી 1.17 કરોડનું રોકાણ કર્યુ હતું. પછી ઠગ ટોળકીએ પોલીસકર્મીને શરૂઆતમાં 15 હજાર પછી 18 હજાર એમ કરી ટુકડે ટુકડે કરી 1.50 લાખ આપ્યા હતા. ત્યાર પછી પોલીસકર્મીએ રૂપિયા કમાવવાની લાલચમાં આવી 3.80 લાખનું રોકાણ કરાવી PLCU કોઈન ટ્રાન્સફર કરી આપ્યા હતા.


લેભાગુ ટોળકીએ સરકારી કર્મીઓ સિવાય વલસાડ, નવસારી, બારડોલી, ભરૂચ, વાપી અને સુરતમાં 3500થી વધુ લોકોને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી શરૂઆતના વર્ષમાં 3 ટકાથી લઈ 5 વર્ષે 40 ટકા કમિશનના સપના બતાવી 400 કરોડથી વધુની ચીટીંગ કરી છે. પોલીસ હેડ કવાર્ટરના ભવાનસિંહ મોરીએ ફરિયાદ આપતા સાયબર ક્રાઇમે લેભાગુ કંપનીના સૂત્રધાર વિનોદ હરીલાલ નીશાદ, મહેન્દ્રસિંહ ઉદેસિંહ સીસોદીયાની ધરપકડ કરવામાં આવી છે.


કોણે કેટલા રૂપિયા ગુમાવ્યા



  1. ભવાનસિંહ મોરી - પોલીસ - 3.80 લાખ

  2. વિક્રમસિંહ પરમાર - પોલીસ - 2.66 લાખ

  3. ગોવિંદસિંહ રાઠોડ - પોલીસ - 1.50 લાખ

  4. રાજેશ મરાઠે - પોલીસ - 4.70 લાખ

  5. મનહરસિંહ ઝાલા - ફાયર - 4.80 લાખ

  6. વનરાજસિંહ ચૌહાણ - ફાયર - 1.83 લાખ

  7. મહેન્દ્રસિંહ રાઠોડ - ફાયર - 1.53 લાખ

  8. તુલસીદાસ પંડ્યા - ફાયર - 16.00 લાખ

  9. દિનેશ દાફડા - ફાયર - 3.00 લાખ

  10. ભરતદાસ ગઢવી - ફાયર - 1.60 લાખ

  11. બળવંત મકવાણા - ફાયર - 18.00 લાખ

  12. વિરેન્દ્ર પ્રસાદ - ફાયર - 2.00 લાખ

  13. દેવલ ચૌહાણ - ફાયર - 1.35 લાખ

  14. જયેશગીરી ગોસ્વામી - ફાયર - 1.43 લાખ

  15. કુલ - 65.70 લાખ 


પુણા પોલીસ ચોકી નજીક શિવમ કોમ્પલેક્ષમાં રહેતા અને હેડ કવાર્ટરમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા ભવાનસિંહ મોરીને એક પોલીસકર્મીએ વિનોદ નિશાદ સાથે માર્ચ-22માં ઓળખાણ કરાવી હતી. પછી વિનોદ અને તેની સાથેની પંપાદાસ નામની મહિલાએ PLCU-ULTIMA નામની કંપનીમાં રોકાણ કરવાની વાત કરી હતી. ઠગોએ પોલીસને કહ્યું કે તમે અમારી કંપનીમાં જેટલું રોકાણ કરશો તેટલા રૂપિયા તમને 3 મહિનામાં પરત મળી જશે.


સાથે કહ્યું કે 1 વર્ષમાં જે રોકાણ કરશો તો 3 ગણા રૂપિયા મળશે, બીજા કોઈ પાસે રોકાણ કરાવશો તો કમિશન-બોનસ પણ મળશે. આ લેભાગુ કંપનીએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની વાત કરી કરતા વિશ્વાસ કરી 1.17 કરોડનું રોકાણ કર્યુ હતું. પછી ઠગ ટોળકીએ પોલીસકર્મીને શરૂઆતમાં 15 હજાર પછી 18 હજાર એમ કરી ટુકડે ટુકડે કરી 1.50 લાખ આપ્યા હતા. ત્યાર પછી પોલીસકર્મીએ રૂપિયા કમાવવાની લાલચમાં આવી 27મી એપ્રિલ-22થી 23મી જૂન-22 સુધીમાં 3.80 લાખનું રોકાણ કરાવી PLCU કોઈન ટ્રાન્સફર કરી આપ્યા હતા.


સૂત્રધાર વિનોદનો અગરબત્તીનો ધંધો, મહેન્દ્રસિંહ ફાયર બ્રિગેડનો ડ્રાઇવર છે. વળી ફાયર અને પોલીસના બન્ને કર્મચારીઓ કૌટુંબિક ભાઈઓ છે. પોલીસે સૂત્રધાર અમર વાઘવા, વિનોદ હરીલાલ નિશાદ, અમરજીત નિશાદ, સુનિલ મોર્ય અને મહિલા પંપાદાસ સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. સૂત્રધાર વિનોદ અગરબત્તીનો ધંધો કરે છે, મહેન્દ્રસિંહ પાલિકામાં ફાયરબિગ્રેડનો ડ્રાઇવર છે.