વ્યારામાં કપાયેલો માનવ હાથ બાંધેલી હાલતમાં મળી આવતાં ચકચાર, કોનો છે હાથ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Nov 2020 03:39 PM (IST)
આદિત્ય એલ્યુમિનિયમ ફેક્ટરીની પાછળ અવાવરું જગ્યામાં હાથ મળતા સ્થાનિકોમાં રહસ્યનો માહોલ છે. કપાયેલો હાથ કોનો છે, તેને લઈ રહસ્ય ઘૂંટાઇ રહ્યું છે.
તાપી : વ્યારામાં કપાયેલી હાલતમાં મનુષ્યનો હાથ મળી આવતા ચકચાર મચી ગઈ છે. વ્યારાના નાની ચીખલી રોડના એમ. બી.પાર્ક નજીકથી બાંધેલી હાલતમાં કપાયેલો હાથ મળી આવ્યો છે. જોકે, આ હાથ કોનો છે, તેને લઈને શહેરમાં ભારે તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. આદિત્ય એલ્યુમિનિયમ ફેક્ટરીની પાછળ અવાવરું જગ્યામાં હાથ મળતા સ્થાનિકોમાં રહસ્યનો માહોલ છે. કપાયેલો હાથ કોનો છે, તેને લઈ રહસ્ય ઘૂંટાઇ રહ્યું છે. ઘટનાની જાણ થતાં વ્યારા પોલીસ ઘટના સ્થળે છે અને વધુ તપાસ હાથ ધરી છે.