વલસાડઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે રાજ્ય સરકારો પ્રતિબંધ લાદી રહી છે, ત્યારે હવે ગુજરાત પાસેના કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં કોરોના સંક્રમણ અને માથું ઉચકતા દમણમાં અને દાદરાનગર હવેલીમાં પ્રશાસન દ્વારા કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. અગમચેતીના ભાગરૂપે દમણના રામસેતુ બીચને પર્યટકો માટે બંધ કરી દેવમાં આવ્યો છે. 


મોટી દમણ અને નાની દમણ બંને વિસ્તારોમાં આવેલ તમામ બીચ સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. પ્રશાસન દ્વારા તમામ બીચ બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો જેથી બીચ નજીક કોઈ પણ વ્યક્તિ જઈ ન શકે.


'કોઈ નેતાથી ભૂલ થાય તો તેનું ઉદાહરણ આપીને નાગરિકોએ આપડું જીવન જોખમમાં ન મૂકવું જોઈએ'


ગાંધીનગરઃ ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદમાં કોરોનાના નિયમો મુદ્દે નિવેદન આપ્યું હતું. આ સમયે તેમણે નેતાઓ દ્વારા તોડાતા કોરોના નિયમો મુદ્દે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, કોઈ નેતા થી ભૂલ થાય તો તેનું ઉદાહરણ આપીને નાગરિકોએ આપડું જીવન જોખમમાં ન મૂકવું જોઈએ. તેમણે કહ્યું કે, જાન્યુઆરી મહીનાથી કોરોના કેસ વધી રહ્યા છે. જેના કારણે જ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પણ મોકૂફ રાખી છે. દરેક પ્રભારી મંત્રીઓ ને પ્રભારી જિલ્લામાં રહી ને સમીક્ષા કરવા કહેવાયું છે. આજે ગાંધીનગર જિલ્લાની કોરોના ની સ્થિતિની  સમીક્ષા કરી છે. ગાંધીનગર મા સૌથી મોટા તાલુકા કલોલમા હોસ્પિટલમાં અનેક સાધનો ઉપલબ્ધ છે. કોરોના માટેની તમામ સાધનો છે. ઓક્સિજન પ્લાન્ટ પણ તમામ તાલુકાઓમા છે. ગાંધીનગર જિલ્લામાં પોઝિટિવ રેસીઓ ખૂબ ઓછો છે. આ બેઠક મા ધન્વંતરિ રથ, માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન, આરોગ્ય સુવિધાઓ સંદર્ભે સમીક્ષા કરવામાં આવી છે.


ભાજપના નેતાઓ દ્વારા કોરોના નિયમોના ભંગ કરવા મુદ્દે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી હતી કે, બધા નિયમોથી બંધાયેલા છે. ચાહે સામાન્ય નાગરિક હોય કે ભાજપના નેતા. પોલીસને કહેવામાં આવ્યું છે માનવીય અભિગમ રાખી ને નિયમો પાલન કરવામાં આવે. કોઈ નેતા થી ભૂલ થાય તો તેનું ઉદાહરણ આપીને નાગરિકોએ આપડું જીવન જોખમમાં ન મૂકવું જોઈએ.


કોરોનાના કહેર વચ્ચે આણંદમાં યોજાયો લોક ડાયરો, મંત્રી-ધારાસભ્ય રહ્યા હાજર, ગાઇડલાઇનનો કર્યો ઉલાળ્યો


આણંદઃ ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે, ત્યારે ગુજરાત સરકાર ફરી એકવાર સતર્ક થઈ છે અને લોકોને સાવચેતી રાખવા માટે સલાહ આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ લોકોને કોરોના ગાઇડલાઇનું પાલન કરવા કહેવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં એક પછી એક એવા કાર્યક્રમો સામે આવી રહ્યા છે, જેમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ કરવામાં આવી રહ્યો છે. 


આણંદના કલમસરમાં લોક કલાકાર  કિર્તીદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો. મંત્રી અર્જુનસિંહ ચૌહાણ અને  ધારાસભ્ય મયુર રાવલ પણ આ ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા. ડાયરામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. માસ્ક અને સોશિયલ ડિસ્ટંસનનું કોઈ પાલન નહીં.