વલસાડઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. બીજી તરફ ગુજરાત પાસેના સંઘપ્રદેશ દમણમાં પણ કોરોનાના કેસો વધતાં બોર્ડર સીલ કરવામાં આવી છે. તમામ આવશ્યક સેવા સિવાયના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. દમણમાં કોરોનાના કેસ વધતા પ્રશાસન દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, ગુજરાતીઓ મોટી સંખ્યામાં દારૂ પીવા માટે દમણ જતાં હોય છે, ત્યારે બોર્ડર સીલ કરાતા હમણા દારૂ પીવાના શોખીનો દમણ નહીં જઈ શકે. કોરોનાના સંક્રમણને પગલે ગુજરાતથી દમણ જતી તમામ સરહદને સીલ કરાઈ છે. પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રકાર ના તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે, ગઈ કાલે દમણમાં કોરોનાના એક સાથે 10 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. મોટાભાગના દર્દીઓ દમણના ડાભેલ વિસ્તારના હતા.
ગઈ કાલે જ દમણના ડાભેલ અને સોમનાથ વિસ્તારને સીલ કરી દેવાયો હતો. પ્રદેશમાં વધતા કોરોના સંક્રમણથી પ્રદેશ પ્રશાસન ચિંતિત બન્યો છે.
ગુજરાતના દારૂ પીવાના શોખીનો માટે શું આવ્યા માઠા સમાચાર ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jun 2020 02:12 PM (IST)
સંઘપ્રદેશ દમણમાં પણ કોરોનાના કેસો વધતાં બોર્ડર સીલ કરવામાં આવી છે. તમામ આવશ્યક સેવા સિવાયના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
પ્રતિકાત્મક સમાચાર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -