Surat News: ફેમિલી કોર્ટે દીકરીની દીક્ષા પર રોક લગાવતા સુરત સહિત જૈન સમાજમાં ચકચાર મચી ગયો છે. ઉલ્લેખનિય છે કે, માતા દીકરીને દીક્ષા અપાવવા માંગતી હતી જ્યારે પિતા આટલી નાની ઉંમરે દીક્ષાના નિર્ણયથી સહમત ન હતા. જેથી પતિ -પત્નીનો દીક્ષાનો વિવાદ આખરે કોર્ટ પહોંચ્યો જો કે કોર્ટે પિતાના પક્ષમાં નિર્ણય આપતા દીકરીની દીક્ષાની વિધિ પર રોક લગાવી છે. પતિ પત્નીના બાળકીને દિક્ષા આપવાના નિર્ણયમાં મતભેદ હોવાથી બંને વચ્ચે વિવાદ સર્જાયો હતો. આ વિવાદના કારણે બંને દંપતી 6 મહિનાથી અલગ રહે છે. હતા. જો કે આ દરમિયાન પતિને સમાચાર મળ્યાં કે, તેમની પત્નીએ બાળકીની દિક્ષા માટે મૂહૂર્ત પણ કઢાવી લીધું છે અને બાળકીને દિક્ષા અપાવવા જઇ રહ્યાં છે. આ હકીકતની જાણ થતાં પિતાએ કોર્ટના દ્રાર ખખડાવ્યાં. પિતાએ બાળકીની નાની ઉંમર અને સમજનો હવાલો આપતા અને દીકરીની દીક્ષા માટે અસહમતી દર્શાવતી અરજી કરી હતી. અહી અરજીકરનાર દીકરીનાપિતાએ પત્ની દીક્ષા માટેની જીદ કરતી હોવાનો અને તેમની સહમતી વગર પુત્રીની દીક્ષાનો નિર્ણય કરવાનો આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનિય છે કે, પિતાએ જણાવ્યું કે, બાળકી હજુ સાત વર્ષની છે તો તેમની જિંદગીના નિર્ણય લેવા માટે તે હજું સક્ષમ નથી તેથી આ ઉંમરે તેમને દિક્ષા આપવી યોગ્ય નથી. પિતાએ જણાવ્યું કે, બાળકી નાની હોવાથી હાલ દીક્ષાનો નિર્ણય ન લેવામાં આવે. કોર્ટે સાત વર્ષની જાગૃત પિતાની અરજીને સ્વીકારી છે અને દીકરીની દિક્ષા પર રોક લગાવી છે અને દિક્ષાના તમામ કાર્યક્રમ રદ્દ કરવા આદેશ કર્યો છે.
જો કે આ સમગ્ર મામલે ફેમિલી કોર્ટમાં સુનાવણી દરમિયાન માતાએ કેટલાક પુરાવા રજૂ કર્યા હતા. જેમાં માતા તરફથી દલીલ કરવામાં આવી હતી કે, 4 ઓક્ટોબર, શનિવારના રોજ જ્યારે આચાર્ય ભગવાન પાસે દીક્ષાની અનુમતિ લેવા માટે બાળકીને લઈ જવામાં આવી હતી, ત્યારે તેના પિતા અને પિતાના પરિવારના તમામ સભ્યો ત્યાં હાજર હતા. માતાએ કોર્ટમાં એવા ફોટોગ્રાફ્સ પણ રજૂ કર્યા છે જેમાં પિતા દીક્ષાની પ્રક્રિયામાં સામેલ જોવા મળી રહ્યા છે. જો કે હાલના તબક્કે કોર્ટની કાયદાકીય પ્રક્રિયા અને બાળકીની નાની ઉંમરને ધ્યાનમાં રાખીને આ દીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.