સુરતઃ શહેરના ઉન વિસ્તારમાં એક વર્ષનો બાળક બટન સેલ ગળી જતાં પરિવાર ના હોશ ઉડી ગયા હતા. બાળક બટન સેલ ગળી જતાં અન્નનળીની શરૂઆતમાં જ સેલ ફસાઇ ગયો હતો. આથી પરિવાર તાત્કાલિક હોસ્પિટલે દોડી ગયો હતો. તબીબોએ તપાસ કરતાં અન્નનળીની શરૂઆતમાં જ અઢી એમએમનો બટન સેલ ફસાયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

આ પછી તબીબોએ દૂરબીન વડે ઓપરેશન કરી કલાકોની મહેનત બાદ સેલ બહાર કઢવામાં સફળતા મળી હતી. તબીબોએ બટન સેલ બહાર કાઢતા પરિવારે પણ હાંસકારો અનુભવ્યો હતો.