સુરત: 12 સપ્ટેમ્બર 2019, ગુરુવારે સવારે 9 કલાકે સુરતના સંસ્કાર ભારતી સ્કુલના ઓડિટોરિયમ ખાતે જાણીતા ડોક્ટર પ્રકાશ કોઠારી દ્વારા લખવામાં આવેલ ‘ગણેશા થ્રુ એજીઝ’ બુકનું વિમોચન રાખવામાં આવેલ છે. આ પ્રસંગે ડોક્ટર મુકુલ ચોક્સી, ઈશા દાદાવાલા, અજીતા ઈટાલિયા અને જગદીશ ઈટાલિયા સહિતના મહેમાનો ઉપસ્થિત રહેશે.

ગણેશ વિસર્જનના દિવસે વિશ્વના સૌથી પ્રચીન ગણેશજીની મૂર્તિ ધરાવતું કલેક્શન હવે પદ્મશ્રી ડો. પ્રકાશ કોઠારી દ્વારા લખવામાં આવેલ ‘ગણેશા થ્રુ એજીઝ’ પુસ્તક રૂપે ઉપલબ્ધ હશે. આ પ્રસંગે રાંદેર-અડાજણ ડોક્ટર્સ ક્લબના પ્રમુખ ડોક્ટર દિપ્તી પટેલ વિશેષ ઉપસ્થિત રહેવાના છે.