Unseasonal Rain:હવામાન વિભાગની આગાહી દરમિયાન આજે રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ તૂટી પડ્યો, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં કમોસમી વરસાદે ભરશિયાળે ચોમસા જેવો માહોલ સર્જી દીધો. ખાસ કરીને સુરતના ઓલપાડમાં કમોસમી વરસાદે તબાહી સર્જી દીધી. સુરતના ઓલપાજમાં ક્યાંક પતરા ઉડ્યા તો ક્યાક વૃક્ષો અને વીજ ઘરાશાયી થયા.


સુરતના ઓલપાડમાં  કોટન મંડળીનો ડાંગર અને ખાતર પલળી જતાં પારાવાર નુકસાન થયું છે. અહીં છાપરામાં કાણું પડતા પાણી પાડતાં અઙીં મંડળીમાં રાખેલું 35 ગામોનું ડાંગર  પલળી ગયું છે. અહી ખાતર અને ડાંગરના રાખેલા હતા જે પલળી જતાં પારાવાર નુકસાન થયું હતું.


સવારથી ભારે પવનની સાથે વરસાદ આવતા  સુરતના ઓલપાડમાં ઠેર ઠેર વીજ પોલ ધરાશાયી થયા છે. અંભેટામાં ખેતરોમાં વીજળીના તૂટેલા તાર પડેલા જોવા મળ્યાં હતા. વીજ પોલ જમીનદોસ્ત થતા વીજ પૂરવઠો ખોરવાય તેવી શક્યતા જોવાઇ રહી છે. સુરત જિલ્લાના ગ્રામ્યમાં ભારે પવન સાથે વરસાદ લારી ગલ્લાના પતરા પણ ઉડ્યા હતા. શેડના પતરા ઉડતા થોડો સમય નાસભાગ મચી ગઇ હતી.


આગામી 24 કલાકમાં અમદાવાદમાં ભારે વરસાદની આગાહી


હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં પણ સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અહીં ઠંડા પવન  સાથે વરસાદ વરસી રહ્યો છે. ઘનઘોર વાદળોના કારણે વિઝિબિલિટી પણ ઘટી છે. વિઝિબિલિટી ઘટતા અને ભારે વરસાદના કારણે અમદાવાદના હાઇવે પર ટ્રાફિક જામ દ્રશ્યો સર્જાયા છે. વિઝિબિલિટી ઘટતા દિવસે હેડ લાઇટ કરવાની ફરજ પડી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 કલાક અમદાવામાં ભારે વરસાદ વરસી શકે છે. ભારે પવન સાથે વરસાદનો અનુમાન વ્યકત કર્યો છે. વરસાદની શક્યતાને લઇને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.


સવારથી અમદાવાદથઈ ગાંધીનગર સુધીના વિસ્તારમાં કાળા ડિંબાગ વાદળો વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં કમોસમમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારા છે. રાજ્યના 18  જિલ્લાના  60 તાલુકામાં કમોસમી વરસાદે ચોસામા જેવો માહોલ સર્જોયો છે.  અમદાવાદમાં એસજી હાઇવે પર ભારે પવન સાથે ધોધમાર વરસાદ વસરતા, છોડ સાથે કૂડા ધરાશાયી થયા હતા.તો ઇસ્કોન ચાર રસ્તા પાસે હોર્ડિગ્સ પણ ધરાશાયી થયું હતું. શહેરના સોલા રોડ નારણપુરા વિસ્તારમાં કમોસમી વરસાદે લગ્નપ્રસંગમાં પણ ભંગ પાડ્યો, અહીં કમોસમી વરસાદથી લગ્ન મંડપ સહિતની સાજ સજાવટ ભીજાય જતાં લોકો ચિંતામાં મૂકાયા હતા. હજુ પણ આગામી 24 કલાક અમદાવાદમાં ભારે વરસાદનો અનુમાન છે.અમદાવાદના બાવળા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. કમોસમી વરસાદથી ખેડૂતોને નુકશાનની ભીતિ  સેવાઇ રહી છે. ખાસ કરીને જીરૂ, મગફળી, કપાસના પાકને નુકસાન થાય તેવી સ્થિતિ સર્જાઇ છે.