દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વ્યારા સહિત જિલ્લામાં ભૂંકપના આંચકા અનૂભવ્યા છે. આ ભૂંકપનું કેન્દ્રબિંદુ ભરૂચ હોવાની માનવામાં આવી રહ્યું છે. ભૂંકપની તીવ્રતા 3.7 રેક્ટેલ સ્કેલ નોંધવામાં આવી છે. ભૂંકપના આંચકાથી લોકો ઘર, ઓફિસમાંથી બહાર દોડી આવ્યા હતાં.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ભૂંકપમાં કોઈ જાનહાનીના સમાચાર નથી. જ્યારે કલેક્ટર ઓફિસમાં પણ ભૂંકપના આંચકા અનુભવાયા હતાં. જેના કારણે અધિકારીઓ પણ ઓફિસમાંથી બહાર દોડી આવ્યાં હતાં.
નોંધનીય છે કે સુરત સિવાય ભરૂચમાં પણ ભૂંકપના આંચકા અનુભવાયા છે. ભરૂચમાં પણ ભૂંકપના આંચકાથી લોકો બહાર દોડી આવ્યા હતાં.