જ્યારે ભરૂચમાં પણ લોકોએ બે થી ત્રણ સેકંડ સુધી આંચકાનો અનુભવ કર્યો હતો. આચંકાના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. 4.3ની તીવ્રતના ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભરૂચથી 36 કિલોમીટર દૂરનેત્રંગ તાલુકાના મોટા માલપોર ગામ ખાતે નોંધાયું છે. હાલ જાનહાનીના કોઇ સમાચાર નથી.
આણંદના કેટલાક વિસ્તારમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. આણંદ શહેરના રાજશિવાલય વિસ્તારમાં આંચકા અનુભવાયા હતા. આંચકા અનુભવાથી લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં પણ ભૂકંપ આવ્યાની વાતો વહેતી થઈ હતી.