Environment Conclave Program News: દુનિયાભરમાં ગ્લૉબલ વૉર્મિગનું જોખમ સતત વધી રહ્યું છે. વાતાવરણ ઝડપથી બદલાઇ રહ્યું છે. ધરતી પરથી વૃક્ષો ઓછા થઇ રહ્યાં છે, અને તેની આપૂર્તિ કરવા માટે સરકારો સતત વૃક્ષો વાવવા અને વૃક્ષો ઉછેરવા અભિયાનો કરી રહી છે. હાલમાં જ ગુજરાતના સરગાસણમાં યોજાયેલી એક ‘એન્વાયરોમેન્ટ કૉન્કલેવ’ ચર્ચાનો વિષય બની છે. કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે વૃક્ષો વાવવાને લઇને સુરત મનપાને જોરદાર ટકોર કરી છે. સીઆર પાટીલે સુરત મનપાને ટકોર મારતાં કહ્યું કે, સુરત જંગલ ના બની જાય તે જોજો. 

તાજેતરમાં જ ‘એન્વાયરોમેન્ટ કૉન્કલેવ’માં યોજાઇ હતી, આ દરમિયાન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મંત્રીની ટકોર ચર્ચાનો વિષય બની ગઇ હતી. ‘એન્વાયરોમેન્ટ કૉન્કલેવ’માં જળશક્તિ મંત્રી સી. આર. પાટીલનો પાલિકાના 22 લાખ વૃક્ષો વાવવાના દાવા પર મોટો ટોણો માર્યો હતો. તેમને કહ્યું હતુ કે, જો એક લાખ વૃક્ષો ઉગે તો સુરત આખેઆખું જંગલ બની જાય. સુરત ચેમ્બરના કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી સીઆર પાટીલે વૃક્ષારોપણ મનપાને ટકોર કરી હતી કે, આપણે અહીં 20 લાખ નહીં પરંતુ 20 હજાર વૃક્ષો જ વાવો, પણ 10 ફૂટના વાવો અને ઉછેરો. ‘દર વર્ષે રોપાતા 10 લાખ વૃક્ષોમાંથી 1 લાખ ઉગે તો પણ સુરત જંગલ બને, સુરત જંગલ ના બની જાય તે જોજો. સીઆર પાટીલે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન રાજન પટેલ આ મામલે કહ્યું કે, તમે અધિકારીઓને પૂછજો 20 લાખ ક્યાં વાવશો ? 10 ફૂટના વૃક્ષ માત્ર 20 હજાર જ વાવો તો પણ ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બધામાંથી રસ્તો કાઢવાનો પ્રયત્ન કરતાં હોય છે, સાથે પર્યાવરણ માટે જાગૃતિ કેળવવામાં પણ ખુબ અગત્યનો ભાગ ભજવ્યો છે.