સુરતઃ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હિન્દુત્વ મામલે નિવેદન કર્યુ હતુ કે જો હિન્દુઓ લઘુમતીમાં આવી જશે તો કોર્ટ-કાયદો-સંસદ કંઇ જ નહીં રહે, બધુ જ ખતમ થઇ જશે, અરાજકતા છવાઇ જશે, તેમના આ નિવેદને લઇને કોંગ્રેસ નેતાઓએ તેમના પર પ્રહાર કર્યાં હતા, જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, વજુભાઈ વાળા બાદ નરોત્તમ પટેલ પણ તેમના સમર્થનમાં આવ્યા છે.


રાજ્યના પૂર્વ મંત્રી નરોત્તમ પટેલે કહ્યું, નીતિન પટેલ એ વિશ્વ હિન્દુ પરિષદમાં આપેલા નિવેદનનું સમર્થન કરું છું. તેમણે કહ્યું હતું કે હિન્દુ સમાજ છે ત્યાં સુધી બંધારણ અને કોર્ટ રહેશે, તે સાચી વાત છે. ઔવેસી ઉલ્લેખ કરી તેમણે કહ્યું, દેશના બંધારણ પર હુમલો કરે છે ત્યારે વિરોધ પક્ષ વિરોધ નથી કરતો. પટેલે સભામાં હદયની ભાષાનો ઉલ્લેખ કર્યો વિરોધ પક્ષ વિરોધ કરે છે.


વજુભાઈ વાળાએ શું કહ્યું આ મુદ્દે


 રાજકોટમાં વજુભાઇએ કહ્યું કે નીતિનભાઇનું નિવેદન વ્યક્તિગત છે હું તેની ટીકા કે વખાણ કરતો નથી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા પાર્ટીથી નારાજ હોવાનું અનેક વખત ચર્ચાયું છે, જો કે તેમને હિન્દુત્વ પરના નીતિનભાઇના સ્ટેટમેન્ટને તેમનું વ્યક્તિગત નિવેદન ગણાવીને પોતે આ મુદ્દાથી દૂરી બનાવી લીધી છે.


ચૂંટણી પહેલા સમજાને તોડી રહ્યા છેઃ ભરતસિંહ સોલંકી


ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નીતિન પટેલના નિવેદનને સમર્થન આપ્યું હતુ. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ કહ્યું છે કે ચૂંટણીઓ પહેલા આ લોકો સમાજને તોડી રહ્યાં છે.