Surat : ગટરમાં ફટાકડા ફોડતાં ફાટી નીકળી આગ, જુઓ Live Video

સુરતના યોગી ચોક વિસ્તારમાં ગટરમાં ફટાકડા ફોડતા આગ ફાટી નીકળી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. તુલસી દર્શન સોસાયટીમાં બાળકો ગટરમાં ફટાકડા ફોડતા ગટરમાં આગ ફાટી નીકળી હતી.

Continues below advertisement

સુરત : દિવાળી સમયે ફટાકડા ફોડતા લોકોને ચેતવણી આપતો કિસ્સો સામે આવ્યો છે. સુરતના યોગી ચોક વિસ્તારમાં ગટરમાં ફટાકડા ફોડતા આગ ફાટી નીકળી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. તુલસી દર્શન સોસાયટીમાં બાળકો ગટરમાં ફટાકડા ફોડતા ગટરમાં આગ ફાટી નીકળી હતી. થોડા દિવસ પહેલાની ઘટના હોવાનું અનુમાન છે. સોશિયલ મીડિયામાં સીસીટીવી વાયરલ થયા છે. 

Continues below advertisement

ભરૂચઃ પેટ્રોલ-ડિઝલના વધી રહેલા ભાવને કારણે લોકો સીએનજી કાર તરફ વળી રહ્યા છે, ત્યારે સીએનજી કાર અને વાહનો ધરાવતા લોકો માટે જાણવા જેવા સમાચાર સામે આવ્યા છે. આ વાતનું ધ્યાન નહીં રાખો તો કદાચ તમારો જીવ પણ જઈ શકે છે. કેટલીકવાર લોકો સીએનજી પુરાવતી વખતે સૂચના છતાં કારમાંથી ઉતરતા નથી. ત્યારે આવું વર્તન કરતાં લોકોએ આ સમાચાર જરૂર વાંચવા જોઇએ.

નર્મદા ચોકડી નજીક કારમાં બ્લાસ્ટ થતાં કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. CNG પંપ પર ગેસ રિફીલિંગ દરમ્યાન કારમાં ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. જેને કારણે અફરા-તફરી મચી ગઈ હતી. જોકે, સીએનજી પુરાવતા પહેલા કાર ચાલકને નીચે ઉતારી દીધા હોવાથી તેમનો જીવ બચી ગયો હતો. જેને કાણે કોઈ જાનહાની થઈ નથી. નોંધનીય છે કે, સીએનજી પંપ પર હંમેશા ગેસ ભરતા પહેલા ત્યાંના કર્મચારી દ્વારા લોકોને વાહનમાંથી નીચે ઉતારી દેવામાં આવે છે. લોકોની સેફ્ટીને ધ્યાને રાખીને આવું કરવામાં આવતું હોય છે. ત્યારે લોકોએ પણ આ પ્રકારની દુર્ઘટનાથી બચવા માટે ગેસ રિફિલિંગ સમયે કારમાં ન બેસવું હિતાવહ છે. જો, ગેસ રિફિલિંગ સમયે કારમાં કોઈ બેઠું હોત તો અહીં જાનહાનિ થઈ હોત.

Continues below advertisement
Sponsored Links by Taboola